ETV Bharat / bharat

WHOએ ભારતમાં કોરોના વાઈરસના સ્વરૂપોને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું - કપ્પા અને ડેલ્ટા

ભારતમાં જોવા મળતા કોરોના વાઈરસના સ્વરૂપ બી 1.617.1 અને બી. 1.617.2ને વિશ્વ આરોગ સંસ્થા (W.H.O)એ કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું છે. W.H.Oનું કહેવું છે કે, સરળતાથી ઓળખી શકાય તે માટે તેનું નામ કરણ કરવામાં આવ્યું છે.

WHOએ ભારતમાં કોરોના વાઈરસના સ્વરૂપોને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું

author img

By

Published : Jun 1, 2021, 8:54 AM IST

  • ભારતમાં કોરોનાના વાઈરસના બી. 1.617.1 અને 1.617.2 સ્વરૂપ છે
  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બંને સ્વરૂપને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું
  • સરળતાથી ઓળખી શકાય તે માટે તેનું નામ કરણ કરવામાં આવ્યુંઃ WHO

જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O)એ સૌથી પહેલા ભારતમાં જોવા મળેલા કોરોના વાઈરસના સ્વરૂપો બી. 617.1 અને બી. 1.617.2ને ક્રમશઃ કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું છે. W.H.Oએ સોમવારે આની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમણે કોરોના વાઈરસના વિભિન્ન સ્વરૂપોના નામકરણ માટે ગ્રીક અક્ષરોનો સહારો લીધો છે.

આ પણ વાંચો- ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનકઃ WHO

વૈજ્ઞાનિક નામોમાં કોઈ ફેરફાર નહીં થાયઃ W.H.O

W.H.Oની કોવિડ-19 ટેક્નિકલ મામલાનાં પ્રમુખ ડો. મારિયા વાન કેરખોવે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસના સ્વરૂપોને સરળતાથી ઓળખી શકાય તે માટે તેનું નામકરણ કરાયું છે. તેના વૈજ્ઞાનિક નામોમાં કોઈ ફેરફાર નહીં થાય. જોકે, આનો ઉદ્દેશ સામાન્ય ચર્ચા દરમિયાન તેની સરળતાથી ઓળખ થઈ શકે તે માટેનો છે.

આ પણ વાંચો- ભારત બાયોટેકની કૉવેક્સિનને WHO તરફથી EUAની મંજૂરી મળશે તેવી આશા

સામાન્ય ચર્ચામાં સરળતાથી સમજવા માટે વાઈરસનું નામકરણ કરાયું

સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, W.H.O દ્વારા નિયત એક નિષ્ણાત સમૂહે વાઈરસના સ્વરૂપને સામાન્ય વાતચીત દરમિયાન સરળતાથી સમજવા માટે આલ્ફા, ગામા, બીટા ગામા જેવા ગ્રીક શબ્દોનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી કે જેથી સામાન્ય લોકોમાં પણ આ અંગે થનારી ચર્ચાને સમજવામાં મુશ્કેલી ન થાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.