- અયોધ્યાનમાં ભગવાન શ્રીરામ મંદિર અંગે VHP નેતા મિલિન્દ પરાંદેએ આપ્યું નિવેદન
- સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મંદિરના પાયાનું કામ થશે પૂર્ણઃ VHP
- ડિસેમ્બર 2023 સુધી રામલલ્લા ગર્ભગૃૃહમાં બિરાજમાન થઈ જશે અને શ્રદ્ધાળુ દર્શન કરી શકશેઃ VHP
નાગપુરઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પાયો આ વર્ષે સપ્ટેમ્બરના સુધી સુધીમાં કે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બર 2023 સુધી રામલલ્લા 'ગર્ભગૃહ'માં બિરાજમાન થઈ જશે અને શ્રદ્ધાળુ દર્શન કરી શકશે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના (VHP) એક નેતાએ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ સંતોની માગ પર રામમંદિરના મોડેલમાં કરવામાં આવ્યો ફેરફાર
મંદિરમાં ડિસેમ્બર 2023માં પૂજા શરૂ થઈ જશે
વિહિપના રાષ્ટ્રીય મહાસચિવ મિલિન્દ પરાંદેએ સંવાદદાતાઓને કહ્યું હતું કે, મંદિરના નિર્માણમાં થોડો સમય લાગશે, પરંતુ ગર્ભગૃહ ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ થઈ જશે અને પૂજા શરૂ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ સમયથી પહેલા થઈ રહ્યું છે. સપ્ટેમ્બરના અંત સુધી કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મંદિરનો પાયો સંપૂર્ણરીતે તૈયાર થઈ જશે.
આ પણ વાંચોઃ દિલ્હીની એનજીઓનો દાવો, રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી લાવવામાં આવશે
વડાપ્રધાને રામ જન્મભૂમિનું 2020માં ભૂમિપૂજન કર્યું હતું
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં રામ જન્મભૂમિમાં ભૂમિપૂજન કર્યું હતું. રામ મંદિર ન્યાસના ન્યાસી અનિલ મિશ્રાએ પહેલા PTI ભાષાને કહ્યું હતું કે, મંદિરનો પાયા પર આ વર્ષે ડિસેમ્બરમાં મિર્ઝાપૂરના ગુલાબી પથ્થરથી કામ શરૂ થશે.