- ભારતમાં કોરોનાની બીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- ભારતમાં દરરોજ કોરોનાના નવા કેસ 3 લાખને પાર
- અમેરિકાએ ભારતને 318 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મોકલ્યા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનનો પૂરવઠો ખૂટી પડ્યો છે. ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. આ તમામની વચ્ચે અમેરિકા સહિત અનેક દેશે ભારતની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. ભારતની વર્તમાન સ્થિતિને જોતા અમેરિકાથી 318 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર લઈને એર ઈન્ડિયાનું એક વિમાન સોમવારે દિલ્હી પહોંચ્યું હતું. અમેરિકાએ કોરોના સંકટમાં ભારતની મદદ કરવા માટે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મોકલ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએઃ અમેરિકા
ન્યૂ યોર્કના JFA એરપોર્ટથી ઓક્સિજન કોન્સેન્ટ્રેટર લઈ વિમાન ભારત આવ્યું
અમેરિકાએ ભારતને 318 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર આપ્યા છે. સોમવારે એર ઈન્ડિયાનું વિમાન 318 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર લઈને દિલ્હી પહોંચ્યું હતું. આ વિમાન ન્યૂ યોર્કના JFA એરપોર્ટથી ઓક્સિજન કોન્સેન્ટ્રેટર લઈને રવાના થયું હતું.
આ પણ વાંચોઃ અમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ
બેડ મેળવવા કોરોનાના દર્દીઓએ રાહ જોવી પડે છે
આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કેસ વધતા ચારે તરફ હાહાકાર મચી ગયો છે. કોરોનાના દર્દીઓએ બેડ મળવા સુધી રાહ જોવી પડી રહી છે. દેશમાં અત્યારે દરરોજ કોરોનાના કેસ 3 લાખને પાર આવી રહ્યા છે.