- સુપ્રીમ કોર્ટે નેતા શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઇ સહિત અન્ય પત્રકારોની ધરપકડ પર રોક લગાવી
- કેન્દ્ર સરકારના વકીલ ચિરંજીવ કુમારની ફરિયાદ પર દિલ્હી હાઇકોર્ટમાં FIR
- આરોપીઓએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરનારા નવરિતા સિંહના મોત અંગે ફેક ન્યુઝ ફેલાવ્યા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પ્રજાસત્તાક દિનના રોજ ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અંગે કથિત "ભ્રામક" ટ્વીટ બદલ તેમની સામે નોંધાયેલા FIR સંદર્ભે કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને રાજદીપ સરદેસાઈ સહિત છ પત્રકારોની ધરપકડ પર મંગળવારે સુનાવણી કરી હતી.
ખેડુતો ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા અને વિરોધ પ્રદર્શનકારના મોત અંગે ભ્રામક ટ્વીટ બદલ FIR
પ્રજાસત્તાક દિન પર ખેડૂત ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઇ સહિત અન્ય વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર રોક લગાવી હતી. કોંગ્રેસના લોકસભાના સાંસદ શશી થરૂર અને પાંચ રાજ્યોમાં છ પત્રકારો વિરુદ્ધ પ્રજાસત્તાક દિન પર દિલ્હીમાં ખેડુતો ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા અને વિરોધ પ્રદર્શનકારના મોત અંગે ભ્રામક ટ્વીટ બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આરોપીઓએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરનારા નવરિતા સિંહના મોત અંગે ફેક ન્યુઝ ફેલાવ્યા હતા
આ કેસ ગુડગાંવ, બેંગલુરુ અને નોઇડામાં નોંધાયા છે. આ અગાઉ મધ્યપ્રદેશના જુદા જુદા જિલ્લામાં પણ આ પ્રકારના ચાર કેસ નોંધાયા હતા. તેમાંથી મોટા ભાગના વિરુદ્ધ રાજદ્રોહ, ધાકધમકી, જાહેર શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવા, ગુનાહિત કાવતરા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. તે જ સમયે, કેન્દ્ર સરકારના વકીલ ચિરંજીવ કુમારની ફરિયાદ પર દિલ્હી હાઇકોર્ટમાં FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરનારા નવરિતા સિંહના મોત અંગે ફેક ન્યુઝ ફેલાવ્યા હતા.