ETV Bharat / bharat

પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો, રાજ્યસભા સ્થગિત

નવી દિલ્હીમાં સંસદમાં આજે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે ચર્ચા કરી હતી. ત્યારે ચર્ચાને બદલે હોબાળો થતાં હાલ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે.

સંસદમાં આજે બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થશે

author img

By

Published : Mar 8, 2021, 8:23 AM IST

Updated : Mar 8, 2021, 1:05 PM IST

  • બજેટ સત્રમાં અનેક નવા બીલ પસાર કરવામાં આવશે
  • સંસદ ભવનમાં શરૂ કરાયું વેક્સિનેશન સેન્ટર
  • પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો

નવી દિલ્હીઃ સંસદમાં આજે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે ચર્ચા કરી હતી. ત્યારે ચર્ચાને બદલે હોબાળો થતાં હાલ રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી છે. બજેટ સત્ર દરમિયાન સરકારે ઘણા બીલને આ સત્રમાં પસાર કરવા માટે સૂચિ બનાવી છે. આમાં પેન્શન વિધિ નિયામક અને વિકાસ સંશોધન બીલ, નેશનલ ફન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ બેન્ક બીલ, વિદ્યુત (સંશોધન) બીલ, ક્રિપ્ટો કરન્સી અને ઓફિશિયલી ડિજિટલ કરન્સી રેગ્યુલેશન બીલનો સમાવેશ કરાશે. આ બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો.

રાજ્યસભામાં ભાજપના ત્રણ નવા સભ્યોએ શપથ લીધા

  • રાજ્યસભામાં ભાજપના ત્રણ નવા સભ્યોએ શપથ લીધા હતા જેમાં બે ગુજરાત અને એક આસામના છે.
  • બજેટ સત્રના બીજા ચરણના પ્રથમ દિવસની કાર્યવાહીમાં ભાજપના વિશ્વજીત દેમારીએ શપથ લીધા હતા તેમણે આસમિયા ભાષામાં શપથ લીધા હતા.
  • ઉપલા ગૃહમાં ગુજરાતમાંથી ચૂંટાયેલા દિનેશચંદ્ર જેમલભાઇ અણવાડિયાએ સંસ્કૃતમાં શપથ લીધા હતા.
  • ગુજરાતમાંથી જ ભાજપના ટિકિટ પર ચૂંટાયેલા રામભાઇ હરજીભાઇ મોકરીયાએ પણ ઉપલા ગૃહના સભ્યપદના શપથ લીધા હતા. તેમણે હિન્દીમાં શપથ લીધા.

આવતીકાલથી બુઝુર્ગ સાંસદોનું વેક્સિનેશન થશે

સંસદ ભવન પરિસરમાં કોવિડ વેક્સિનેશન કેન્દ્રની સ્થાપના કરાઈ છે. મંગળવારથી આ કેન્દ્રમાં 60 વર્ષથી વધુ વયના સાંસદોનું વેક્સિનેશન કરાશે. રાજ્યસભાના 62 ટકા તો લોકસભાના 36 ટકા સાંસદોની ઉંમર 60 વર્ષથી વધુ છે.

આ પણ વાંચો : અલંગ શિપબ્રેકિંગ યાર્ડના વિકાસ માટે 2019ના કાયદાનો અમલ કરો: શક્તિસિંહ ગોહિલ

સંસદની કાર્યવાહી પર દેખાઈ શકે છે ચૂંટણીની અસર

સત્રનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. આ કારણે સંસદની કાર્યવાહી પર ચૂંટણી માહોલની અસર પડશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામથી જોડાયેલા મામલામાં સંસદના બંને ગૃહમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઘણા મુદ્દાઓ પર બહેસ થવાની સંભાવના છે.

સોનિયા ગાંધીએ રવિવારે એક બેઠક યોજી હતી

બીજી તરફ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવાની એક બેઠક રવિવારે બોલાવી હતી. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, વિપક્ષે સરકારને ઘેરવા બનાવી રણનીતિ, હોબાળો થાય તેવી શક્યતા

Last Updated : Mar 8, 2021, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.