- ભારતની હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે
- 41 વર્ષ પછી ભારતે આ સિદ્ધિ મેળવી છે
- પુરુષ હોકી ટીમની આ સિદ્ધિ માટે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
નવી દિલ્હી: ભારતની હોકી ટીમે (hockey team)ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જે પછી દેશભરમાં અભિનંદન અને શુભેચ્છાઓનો ધસારો થયો છે, લોકો ઉજવણી કરી રહ્યા છે. કારણ કે, 41 વર્ષ પછી ભારતે આ સિદ્ધિ મેળવી છે. આ અંગે ETV Bharatની ટીમે હોકીના જાદૂગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમાર સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા
આ દેશની જીત છે, તે દેશના કરોડો લોકોની પ્રાર્થનાનું પરિણામ છે: અશોક કુમાર
ETV Bharat સાથે વાત કરતા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમારે જણાવ્યું હતું કે, આ દેશની જીત છે, તે દેશના કરોડો લોકોની પ્રાર્થનાનું પરિણામ છે અને તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જે રીતે પ્રોત્સાહન આપ્યું હતું, તેનું જ પરિણામ ખેલાડીઓને મળ્યું છે અને આ દેશની જીત છે.
આ ખેલાડીઓએ અમને એક ટોપની મેચમાં જીત અપાવી છે: અશોક કુમાર
મેજર ધ્યાનચંદની હોકી માટેની ઘણી સિદ્ધિઓ વિશે વિગતવાર જણાવતા કહ્યું કે, તેમણે તેમની હોકીની રમતમાં ગુલામ ભારતથી લઇને આઝાદ ભારત સુધીની તસ્વીરને વિસ્તારથી બતાવી અને કહ્યું કે, આ પળ મહેસૂસ કરવાની છે અને અમને ઘણી ખુશી થઇ રહી છે કે, આ ખેલાડીઓએ અમને એક ટોપની મેચમાં જીત અપાવી છે.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: સ્ટાર કુશ્તીબાજ Bajrang Puniaની સેમિફાઈનલમાં હાર
ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક(Tokyo Olympics)માં ભારતની પુરુષ હોકી ટીમે (hockey team)ઇતિહાસ રચતા 41 વર્ષ પછી જર્મનીને 5-4થી હરાવીને મેચ પોતાના નામે કરી અને ટોક્યો ઓલમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. પુરુષ હોકી ટીમની આ સિદ્ધિ માટે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખેલાડીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.