ETV Bharat / bharat

કુંભના મેળામાં કોરોનાના કેસ વધતા સમય પહેલા મેળો પૂર્ણ થવાની સંભાવના - નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પૂરી

દેશભરમાં કોરોનાને હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વખતે હરિદ્વાર મહાકુંભનો મેળો સમયથી પહેલા પૂર્ણ થઈ શકે છે. જોકે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આ તમામ માહિતીનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે, 30 એપ્રિલ સુધી મેળો ચાલુ જ રહેશે. કુંભના મેળામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો સમય પહેલા કુંભનો મેળો પૂર્ણ થશે તો આ ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે. 12 વર્ષ પહેલા કુંભ મેળો સમય પહેલા પૂર્ણ કરાયો હતો. કોરોનાને ધ્યાનમાં રાખી 5 મહિના સુધી ચાલનારા આ કુંભ મેળાને પહેલા જ મહિના સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો.

કુંભના મેળામાં કોરોનાના કેસ વધતા સમય પહેલા મેળો પૂર્ણ થવાની સંભાવના

author img

By

Published : Apr 17, 2021, 8:55 AM IST

  • 12 વર્ષ પહેલા પણ કુંભ મેળો સમય પહેલા પૂર્ણ થયો હતો
  • 5 મહિના સુધી ચાલનારો મેળો 1 મહિના સુધી મર્યાદિત થશે
  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાને સમય પહેલા મેળો પૂર્ણ થવાની માહિતીનું ખંડન કર્યું

હરિદ્વાર (ઉત્તરાખંડ): 83 વર્ષ પછી વર્ષ 2021માં 11 વર્ષોમાં યોજાયેલો કુંભ મેળો ઈતિહાસમાં પહેલી વખત સમય પહેલા પૂર્ણ થઈ શકે છે. જોકે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે 30 એપ્રિલ સુધી કુંભ મેળો ચાલુ રહેવાની વાત કરી રહ્યા છે, પરંતુ ઉત્તરાખંડમાં જે રીતે કોરોનાની સ્થિતિ છે તે જોતા સરકાર કુંભને સમયથી પહેલા જ પૂર્ણ કરવાનો નિર્ણ લઈ શકે છે. ઉત્તરાખંડમાં દરરોજ કોરોનાના નવા કેસ 1,900થી વધારે આવી રહ્યા છે. કુંભ મેળામાં પણ અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 5 દિવસમાં ઉત્તરાખંડમાં 8,765 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 5 દિવસમાં 50 કોરોના સંક્રમિતોના મોત થયા છે.

આ પણ વાંચોઃ કુંભ મેળાને નિર્ધારીત સમય મર્યાદા પહેલા સમાપ્ત કરવામાં આવે તેવી સંભાવના

હરિદ્વારમાં પણ છેલ્લા 5 દિવસમાં 2,526 કોરોનાના કેસ નોંધાયા

ઉત્તરાખંડમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે. ત્યારે 11 એપ્રિલે અહીં 1,333 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે 8 લોકોના મોત થયા હતા. 15 એપ્રિલે અહીં 2,220 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે 9 લોકોના મોત થયા હતા. હરિદ્વારમાં પણ છેલ્લા 5 દિવસમાં 2,526 કોરોનાના કેસ નોંધાયા હતા. નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પૂરી સહિત અખાડાના 17 સંત કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધી 60થી વધારે સાધુ-સંતો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ શ્રદ્ધાળુઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ નિરંજની અખાડાએ હરિદ્વાર કુંભ મેળાના સમાપનની ઘોષણા કરી

16 એપ્રિલે નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પૂરી સહિત 24 સંત કોરોના સંક્રમિત થયા હતા

હરિદ્વારમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો 16 એપ્રિલે નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પૂરી સહિત 24 સંત કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે 15 એપ્રિલે 28,525 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી 9 સંત કોરોના સંક્રમિત થયા હતા. 14 એપ્રિલે 31,308 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતા 4 સંત કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે એક મહામંડલેશ્વર કપિલ દેવનું મૃત્યું થયું હતું. હરિદ્વારમાં 15 એપ્રિલે સૌથી વધારે 613 લોકો કોરોના સંક્રમિત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.