ETV Bharat / bharat

પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર ફરી ડ્રોન દેખાયું - સર્ચ ઓપરેશન

ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan border)પર ડ્રોન (Drones)જોવા મળ્યા બાદ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો, ત્યારબાદ BSF જવાનો અને સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન (Search operation)શરૂ કર્યું હતું.

પાકની નાપાક હરકત,ભારતની બોર્ડર પર  ફરી ડ્રોન દેખાયું

author img

By

Published : Oct 28, 2021, 1:49 PM IST

ભારત-પાકિસ્તાન સરહદના બીઓપી શાહપુરની આસપાસ ડ્રોન જોવા મળ્યા

BSFની 73મી બટાલિયનએ તાત્કાલિક કાર્યવાહી કરી

11 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનમાં પાછું ગયું

અમૃતસર: અજનાલા પોલીસ સ્ટેશન (Ajnala Police Station)હેઠળની ભારત-પાકિસ્તાન સરહદના(India-Pakistan border) બીઓપી શાહપુરની(BOP Shahpur) આસપાસ ડ્રોન(Drones) જોવા મળ્યા હતા, જે પછી BSFની 73મી બટાલિયનએ(73rd Battalion of BSF) તાત્કાલિક કાર્યવાહી કરી અને લગભગ 11 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનમાં પાછું ગયું.

બીએસએફના જવાનો અને સુરક્ષા એજન્સીઓ સતત સ્થળ પર સર્ચ

ડ્રોનને જોતા બીએસએફના જવાનો અને સુરક્ષા એજન્સીઓ સતત સ્થળ પર સર્ચ કરી રહી છે. પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનની મદદથી શંકાસ્પદ ચીજવસ્તુઓનું કોઈ કન્સાઈનમેન્ટ ભારતમાં પડ્યું છે કે કેમ તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાન તરફથી ડ્રોન જોવાની ઘટના

ભારતીય સરહદે પાકિસ્તાન તરફથી ડ્રોન જોવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ડ્રોન દ્વારા ભારતમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી થઈ રહી છે. ભારતીય સેના આ દાણચોરોને પકડવા માટે સતત સર્ચ ઓપરેશન તેજ કરી રહી છે.

આ પણ વાંચોઃ હવે મુંબઈ પોલીસ સમીર વાનખેડે વિરૂદ્ધ તપાસ હાથ ધરશે

આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે મુંબઈનો યુવક નકલી IPS ઓફિસર બન્યો,પહોંચ્યો જેલના સળિયા પાછળ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.