ETV Bharat / bharat

ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોત એ ગુનાહિત પ્રવૃત્તિઃ અલ્હાબાદ હાઈકોર્ટ - જિલ્લાધિકારીઓ

અલ્હાબાદ હાઈકોર્ટે હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોતને ગુનાહિત પ્રવૃત્તિ ગણાવી છે. લખનઉ અને મેરઠમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોત મામલે હાઈકોર્ટે ત્યાંના જિલ્લાધિકારીઓને 48 કલાકની અંદર તપાસના નિર્દેશ આપ્યા છે.

ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોત એ ગુનાહિત પ્રવૃત્તિઃ અલ્હાબાદ હાઈકોર્ટ

author img

By

Published : May 5, 2021, 9:34 AM IST

  • ઓક્સિજનની અછત અંગે અલ્હાબાદ હાઈકોર્ટની કડક ટિપ્પણી
  • કોરોનાના દર્દીઓની મોત ઓક્સિજનની અછતથી થાય તે ગુનાહિત પ્રવૃત્તિ છે
  • હાઈકોર્ટે સોશિયલ મીડિયા પર વાઈરલ સમારાર અંગે પણ ટિપ્પણી આપી

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે એક કડક ટિપ્પણીમાં હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોતને ગુનાહિત પ્રવૃત્તિ ગણાવી હતી. આ સાથે કોર્ટે કહ્યું હતું કે, આ અધિકારીઓ દ્વારા નરસંહારથી ઓછું નથી, જેને ઓક્સિજનની વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આજે ગુજરાત હાઇકોર્ટની કોરોના મુદ્દે સૂઓમોટો સુનાવણી, સરકારે રજુ કર્યું સોગંધનામું

લખનઉ અને મેરઠમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોત

હાઈકોર્ટે આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા સમાચાર ઉપર આપી હતી, જે મુજબ ઓક્સિજનની અછતના કારણે લખનઉ અને મેરઠમાં કોરોનાના દર્દીઓના જીવ ગયા. હાઈકોર્ટે લખનઉ અને મેરઠના જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ આ અંગે 48 કલાકની અંદર તથ્યાત્મક તપાસ કરે.

આ પણ વાંચોઃ દિલ્હી ઔદ્યોગિક રાજ્ય નથી, ટેન્કર મળી શકે છે: હાઈકોર્ટ

જિલ્લા અધિકારીઓને સુનાવણીમાં ઉપસ્થિત રહેવા હાઈકોર્ટનો નિર્દેશ
જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજિતકુમારની બેન્ચે રાજ્યમાં સંક્રમણના પ્રસાર અને આઈસોલેશન કેન્દ્રની સ્થિતિ સંબંધિત જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા આ નિર્દેશ આપ્યા છે. કોર્ટે બન્ને જિલ્લાધિકારીઓને કહ્યું હતું કે, તેઓ આ મામલાની સુનાવણી પર પોતાની તપાસ રિપોર્ટ રજૂ કરે અને કોર્ટમાં ઓનલાઈન ઉપસ્થિત રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.