- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 4 લાખથી ઓછા નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે દેશમાં 3,890 લોકોના મૃત્યુ થયા
- દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 2,43,72,907એ પહોંચી
ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,26,098 કેસ નોંધાયા છે. જ્યારે 3,890 લોકોના મોત થયા છે. તો 3,53,299 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 2,43,72,907એ પહોંચી છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા કોરોનાં અપડેટ: 24 કલાકમાં 6 કેસો નોંધાયા, 5 દર્દીઓ ડિસ્ચાર્જ
દેશમાં 18 કરોડ લોકોનું વેક્સિનેશન પૂર્ણ
એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોના વેક્સિનેશનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,03,625 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં 18,04,57,579 લોકોનું કોરોના વેક્સિનેશન પૂર્ણ થયું છે.
આ પણ વાંચોઃ તાપી જિલ્લામાં 35 નવા કેસ નોંધાયા, 68 લોકોએ કોરોનાને મ્હાત આપી
અનેક રાજ્યોમાં લૉકડાઉન લગાવાયું
દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે ત્યારે કેટલાક રાજ્યોએ કોરોનાને કાબૂમાં લાવવા માટે સ્વૈચ્છિક લૉકડાઉન, લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ લગાવ્યું છે. હવે તો ગામડાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ગામડાના લોકો સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન કરી કોરોના સામેની લડાઈ લડી રહ્યા છે.