ETV Bharat / bharat

150થી વધુ પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ ભારતે માન્યો અમેરિકાનો આભાર - Artifacts of India

ભારત સરકારે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસને 150થી વધુ પ્રાચીન કલાકૃતિઓ પરત કરવામાં ઉત્કૃષ્ટ સહયોગ બદલ આભાર માન્યો છે. ભારત-અમેરિકન લોકો-વચ્ચેના સંબંધો અને સાંસ્કૃતિક સમજને વધારવામાં તેની ભૂમિકાની પણ પ્રશંસા કરી છે.

અમેરિકાનો આભારઃ ભારતને 150થી વધુ પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ

author img

By

Published : Sep 27, 2021, 4:58 PM IST

  • 150 થી વધુ પ્રાચીન કલાકૃતિઓ
  • 12 મી સદીની નટરાજની કાંસ્ય પ્રતિમાનો પણ સામેલ
  • દાણચોરી સામે લડવાના પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધ વ્યક્ત કરી

ન્યુઝ ડેસ્ક: ભારત સરકારે 150 થી વધુ પ્રાચીન કલાકૃતિઓ પરત કરવા બદલ અમેરિકાનો આભાર માન્યો છે. મૂલ્યવાન પ્રાચીન કલાકૃતિઓના પરત દ્વારા ભારત-અમેરિકન લોકો-વચ્ચેના સંબંધો અને સાંસ્કૃતિક સમજને વધારવામાં તેની ભૂમિકાની પણ પ્રશંસા કરી છે.

વિવિધ ધર્મોની કલાકૃતિ મોકલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાએ 157 કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ ભારતને સોંપી હતી, જે મોદી ભારત પરત લાવ્યા હતા. મોદી અને રાષ્ટ્રપતિ જો બિડેન બંને ચાંચિયાગીરી, ગેરકાયદે વેપાર અને સાંસ્કૃતિક ચીજોની દાણચોરી સામે લડવાના પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધ વ્યક્ત કરી છે.

શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ હતુ કે, લગભગ અડધી કલાકૃતિઓ (71) સાંસ્કૃતિક છે, જ્યારે બાકીના અડધા ભાગમાં હિન્દુ ધર્મ (60), બૌદ્ધ ધર્મ (16) અને જૈન ધર્મ (9) સંબંધિત લઘુચિત્ર શિલ્પો છે. મોદીએ ભારતને પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ સોંપવા બદલ અમેરિકાની પ્રશંસા કરી હતી.

12 મી સદીની નટરાજની કાંસ્ય પ્રતિમાઓ

ભારતીય કોન્સ્યુલેટ જનરલે રવિવારે ટ્વિટ કર્યું. ભારત સરકાર વતી, ન્યુયોર્કના જિલ્લા વકીલની કચેરી અને ભારતને પ્રાચીન વસ્તુઓ પરત કરવામાં તેમના ઉત્તમ સહયોગ બદલ આભાર. આ 157 પ્રાચીન વસ્તુઓમાં 12 મી સદીની નટરાજની કાંસ્ય પ્રતિમાનો પણ સામેલ છે.

આ પણ વાંચોઃ સાંસ્કૃતિક વારસાના જતન માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર મૂર્તિકાર સ્વર્ગીય મહાપાત્ર
આ પણ વાંચોઃ ભારત માતાનું ગુજરાતનું પહેલું મંદિર ગાંધીનગરમાં નિર્માણ પામ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.