ETV Bharat / bharat

પાકિસ્તાનથી આવ્યો હતો આતંકવાદી પીર મૌલાના, દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર - પાકિસ્તાની આતંકવાદી પીર મૌલાનાની ધરપકડ

દિલ્હીની સ્પેશિયલ ટીમે (Delhi Police Special Cell) એક આતંકવાદીની ધરપકડ કરી છે, જે પાકિસ્તાન (Pakistani Terrorist)નો છે અને તેને પાકિસ્તાનની ISIએ બાંગ્લાદેશ (Bangladesh)ના રસ્તેથી ભારત મોકલ્યો હતો. ભારતમાં તે પીર મૌલાના તરીકે રહી રહ્યો હતો અને આતંકવાદી ષડયંત્ર (Terrorist conspiracy)ની તૈયારીમાં હતો.

પાકિસ્તાનથી આવ્યો હતો આતંકવાદી પીર મૌલાના

author img

By

Published : Oct 12, 2021, 8:16 PM IST

  • દિલ્હીથી ઝડપાયો પાકિસ્તાનનો આતંકવાદી
  • ધાર્મિક સ્થળો અને બજારોમાં હુમલો કરવાનું હતું ષડયંત્ર
  • છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહેતો હતો

નવી દિલ્હી: રાજધાનીમાં આતંકવાદી હુમલા (Terrorist Attack)નું મોટું ષડયંત્ર રચી રહેલા પાકિસ્તાનના આતંકવાદી (Pakistani Terrorist)ને દિલ્હીની સ્પેશિયલ સેલે (Delhi Special Cell) ધરપકડ કર્યો છે. તેની ઓળખ મોહમ્મદ અશરફ ઉર્ફ અલી તરીકે કરવામાં આવી છે. તે પાકિસ્તાનના પંજાબનો રહેવાસી છે. તે ISIના ઇશારા પર કામ કરી રહ્યો હતો. આરોપીની પાસે અત્યાધુનિક હથિયાર, એકે-47 અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. આ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આતંકવાદીની સંપૂર્ણ જન્મકુંડળી સામે રાખી હતી.

ધાર્મિક સ્થળો પર હુમલો કરવાનું હતું ષડયંત્ર

સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, આતંકવાદી અશરફ ભારતમાં 10 વર્ષથી હતો. તે અજમેર, દિલ્હી, વૈશાલી અને ઉધમનગરમાં રહ્યો છે. દિલ્હીમાં લક્ષ્મીનગર ઉપરાંત જૂની દિલ્હીમાં પણ તેનું ઠેકાણું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે બજાર તેમજ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા ઇચ્છતો હતો. જો કે સ્પષ્ટ રીતે પોલીસ આને લઇને કંઇપણ કહેવાથી બચી રહી છે.

વૈશાલીમાં એક છોકરી સાથે લગ્ન પણ કર્યા હતા

DCP પ્રમોદ કુશવાહા પ્રમાણે દિલ્હીમાં આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા હતા. તેને લઇને સ્પેશિયલ સેલની ટીમ કામ કરી રહી હતી. ગુપ્ત સૂચના પર સ્પેશિયલ સેલની ટીમે લક્ષ્મીનગરથી સોમવાર રાત્રે અશરફની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના સ્થળેથી અનેક હથિયારો મળી આવ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે તેણે વૈશાલીમાં એક છોકરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ તે તેનાથી અલગ રહેવા લાગ્યો. તે અનેક વર્ષોથી આતંકવાદી ગતિવિધિઓમાં સંકળાયેલો રહ્યો છે. અનેકવાર તે જમ્મુમાં જઇને પણ અનેક શંકાસ્પદ લોકોને મળ્યો છે. તેને નાસિર નામના યુવકે એક મહત્વપૂર્ણ ટાસ્ક આપ્યો હતો. આ હથિયાર પણ તેને નાસિરે જ ઉપલબ્ધ કરાવ્યા હતા.

દિલ્હી-એનસીઆરમાં પીર બાબા બનીને રહેતો હતો

આરોપીએ પોલીસને જણાવ્યું કે, પાકિસ્તાનમાં બેઠેલા ISIના એજન્ટ તેને હેન્ડલ કરી રહ્યા હતા. તેને ISIએ બાંગ્લાદેશના રસ્તેથી ભારત મોકલ્યો હતો. ખોટા દસ્તાવેજો પર તે દુબઈ ગયો હતો. તેણે બિહારનું પણ ખોટું ID બનાવી રાખ્યું હતું. દિલ્હી-એનસીઆરમાં તે પીર બાબા બનીને રહેતો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે પંજાબમાં નરોવાલનો રહેવાસી છે. 2005માં તે પાકિસ્તાનથી નીકળ્યો હતો.

છેલ્લા 10 વર્ષમાં 6થી વધારે ઠેકાણા બદલી ચૂક્યો છે

નાસિર પાકિસ્તાનનો એક અધિકારી છે, જેણે તેને ભરતી કરીને ભારત મોકલ્યો હતો. 2014માં તેનો પાસપોર્ટ બન્યો છે, જેના પર બિહારનું સરનામું આપવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં 6થી વધારે ઠેકાણા બદલી ચૂક્યો છે. દિલ્હીમાં લક્ષ્મીનગર ઉપરાંત તુર્કમાન ગેટમાં પણ રહેતો હતો. પોલીસ તેની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તેની સાથે કયા કયા લોકો જોડાયેલા છે. પોલીસનું કહેવું છે કે તેની પૂછપરછ કર્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તે ક્યાં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ, હથિયારો અને ગ્રેનેડ જપ્ત

આ પણ વાંચો: શોપિયાં એન્કાઉન્ટર: LeT (TRF)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, હથિયાર પકડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.