- ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ કારાઇ આવ્યું
- આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે
- ડ્રોન સહિતની તમામ ઉડતી ચીજો પર પ્રતિબંધ મુકાયો
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. ખાસ કરીને હવાઈ હુમલો થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે ડ્રોન સહિતની તમામ ઉડતી ચીજો પર પ્રતિબંધ મુક્યો છે. આ ચેતવણી બાદ, દિલ્હી પોલીસના તમામ જિલ્લા ડીસીપીને આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાનો ખતરો, ઓરેન્જ એલર્ટ જાહેર
દિલ્હી પોલીસને ખાસ કરીને 15 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની જરૂર
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને જાહેર કરાએલા એલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે, 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં આતંકવાદીઓ રાજધાનીની આસપાસ આતંકવાદી હુમલો કરી શકે છે. આ માટે સ્લીપર સેલનો પણ ઉપયોગ કરી શકે છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસને ખાસ કરીને 15 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની જરૂર છે. દિલ્હીના દરેક ખૂણા પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: શોપિંયામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણમાં 2 આંતકી ઠાર મરાયા
દિલ્હી પોલીસ એલર્ટ
દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવ આતંકી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે. ગત રવિવારની રાત્રે, તે પોતે દિલ્હીની સુરક્ષાનો હિસ્સો લેવા નીકળ્યા હતા. દિલ્હીની મુખ્ય ત્રણ સરહદો ઉપરાંત, તેમણે લાલ કિલ્લા અને સંસદ ભવનની નજીક સુરક્ષા વ્યવસ્થાઓનો સંપૂર્ણ તપાસ કરી હતી. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, રાત્રે લગભગ 30,000 પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે સલામતીની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે, ખાસ કરીને લાલ કિલ્લાની આસપાસ, જ્યાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ યોજાવાનો છે.
આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ
પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું
પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે, આવી ચેતવણીઓ દિલ્હી પોલીસ સમયાંતરે પ્રાપ્ત થાય છે. દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ અને સંસદના ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને સુરક્ષાની ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ખાસ કરીને હોટલ અને ગેસ્ટ હાઉસમાં તપાસ કાર્યવાહી ચાલુ છે. આ સાથે ભાડુઆતની ચકાસણી ઝૂંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. જ્યાં સુધી હવાઈ હુમલાની વાત છે, ત્યાં સુધી દિલ્હી પોલીસે આ માટે ઉડતી ચીજો પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ વતી લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેઓને કંઇપણ શંકાસ્પદ જણાઇ તો તાત્કાલિક પોલીસને જાણ કરો.