ભીલવાડા: રાજસ્થાનના જોધપુર અને કરૌલી બાદ હવે ભીલવાડામાં ફરી એકવાર તણાવ ભરી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં, બે યુવકોને માર માર્યા બાદ બાઇક સળગાવવાની ઘટનાને કારણે શહેરમાં તણાવ (Tension In Bhilwara) સર્જાયો હતો. ફરી એકવાર આવી તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ વખતે શહેરના કોતવાલી પોલીસ સ્ટેશન (Kotwali Police Station) વિસ્તારમાં રાજસ્થાન ભીલવાડામાં એક યુવકની હત્યા (murder of a young man in Rajasthan Bhilwara) બાદ આ ઘટના બની છે. મામલાની ગંભીરતાને જોતા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે કેટલાક સંગઠનોએ ભીલવાડા બંધનું એલાન આપ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે બુધવાર 11 મેના રોજ સવારે 6:00 વાગ્યાથી ગુરુવાર 12 મેના રોજ સવારે 6:00 વાગ્યા સુધી ભીલવાડા શહેરમાં 24 કલાક માટે નેટ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
આ પણ વાંચો: ખતરો કે ખિલાડી : જ્યા માણસો પણ માંડ ચડી શકે ત્યાં ડ્રાયવરે ચઢાવ્યું ટ્રેકટર, જૂઓ વીડિયો...
તિક્ષણ હથિયાર વડે હુમલો: ઘટના ભીલવાડા શહેરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મંગળવારે રાત્રે શાસ્ત્રીનગર વિસ્તારમાં બ્રહ્માણી મીઠાઈ પાસે પૈસાની બાબતે કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન, કેટલાક છોકરાઓએ કથિત રીતે 22 વર્ષીય આદર્શ તાપડિયા પર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આદેશને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતા ઓમપ્રકાશ તાપડિયા ભીલવાડાના હિસ્ટ્રીશીટર હતા.
શહેરમાં તંગદિલી : યુવકની હત્યાની માહિતી મળતાં જ તમામ સંગઠનોના આગેવાનો જિલ્લા હોસ્પિટલમાં એકઠા થયા હતા. જેમાં ભીલવાડા શહેરના ધારાસભ્ય વિઠ્ઠલ શંકર અવસ્થી, ભાજપના જિલ્લા પ્રમુખ લાડુ લાલ તેલી, શહેર પરિષદના અધ્યક્ષ રાકેશ પાઠકનો સમાવેશ થાય છે. ભીલવાડામાં તણાવને જોતા શહેરના પાંચેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટીએફ અને આરએસીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા યુવકના મામા મહેશ ખોટાણીએ ન્યાયની માંગ કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી હુમલાખોરોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વિકારે, વિવિધ સંગઠનોએ પણ આ હત્યાની નિંદા કરી છે અને તેના માટે જિલ્લા વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું છે. ભાજપે આ ઘટનાને વખોડીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને હુમલાખોરોની ધરપકડ અને વળતરની માંગણી કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરિવારની માંગણી મુજબ 50 લાખનું વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વકારવામાં નહીં આવે અને ભીલવાડા બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Mohali Attack : હુમલામાં વપરાયેલ આ ખાસ વસ્તું લાગી પોલીસને હાથ, હવે હુમલાખોરોની ખેર નથી
થોડા દિવસો પહેલા પણ વાતાવરણ ડહોળાયું હતુ : છેલ્લા દોઢ મહિનામાં જિલ્લામાં અનેક વખત આવી ઘટનાઓ બની છે. થોડા દિવસો પહેલા પણ ભીલવાડામાં હિંસાની ઘટના જોવા મળી હતી. અહીંના સાંગાનેર વિસ્તારમાં એક સમુદાયના બે જૂથો વચ્ચે ઝઘડો થતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. જેમાં બોલાચાલી થતા અધવચ્ચે બાઇકને આગ ચાંપી દીધી હતી. સ્થિતિ બગડતી જોઈને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. આ ઘટનામાં ઘાયલ બે યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોને શોધીને ઘણા લોકોની ધરપકડ કરી હતી.