- ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ મુદ્દે સમાધાન
- રાજનાથ સિંહે જાહેર કરી મહત્વની માહિતી
- સાર્વભૌમત્વ અને સરહદ-વિવાદને અપાયુ પ્રાધાન્ય
નવી દિલ્હી: ભારત અને ચીન પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણથી સૈનિકોને હટાવવાના મુદ્દે એક નિર્ણય પર પહોંચ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે રાજ્ય સભામાં દેશની સાર્વભૌમત્વ અને ચીન સાથેના સરહદ-વિવાદ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ આપી હતી.
10 મહત્વના મુદ્દાઓ :
- પેંગોગ લેક વિસ્તારમાંથી સૈનિકો પરત ખેંચવાની સંમતિ
- ચીન તેના સૈન્યને ઉત્તર પેંગોંગ તળાવના ફિંગર-8 ની પૂર્વમાં મૂકશે
- ભારત ફિંગર-3ની નજીક તેના કાયમી બેઝ પર પોતાની સેના રાખશે
- ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા કટિબદ્ધ છે
- ભારતે હંમેશા દ્વિપક્ષીય સંબંધો જાળવવા આગ્રહ રાખ્યો હતો
- ચીનને એક ઇંચ જમીન પણ આપવામાં આવશે નહીં
- ચીન સાથેના મુકાબલા બાદ ભારતે કશું ગુમાવ્યું નથી
- સુરક્ષા દળોએ સાબિત કર્યું છે કે, તેઓ દેશની સાર્વભૌમત્વની સુરક્ષા માટે કોઈપણ પડકાર માટે તૈયાર છે
- જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે, ત્યારે દેશ એકજૂથ બને છે. ભલે તમે કોઈપણ પાર્ટી સાથે જોડાયેલા હો
- સતત વાટાઘાટો બાદ હવે બન્ને દેશોની સેના પીછેહઠ કરવા તૈયાર