ETV Bharat / bharat

Mukesh Ambani Death Threat : મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર તેલંગણાથી ઝડપાયો

મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી કરોડો રૂપિયાની માંગણી કરતા ઈમેલ મોકલનાર 19 વર્ષીય ગણેશ વનપાર્ધીની પોલીસે ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, મુકેશ અંબાણીને 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે ત્રણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ શાદાબ ખાન તરીકે આપી હતી.

Mukesh Ambani Death Threat
Mukesh Ambani Death Threat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 5:55 PM IST

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કથિત રીતે ધમકીભર્યા ઈમેલ મોકલનાર આરોપી ઝડપાયો છે. મહારાષ્ટ્ર પોલીસે શનિવારે તેલંગણામાંથી આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

શું હતો મામલો ? મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપી કરોડો રૂપિયાની માંગણી કરતા ઈમેલ મોકલવા બદલ પોલીસે 19 વર્ષીય ગણેશ વનપાર્ધીની ધરપકડ કરી હતી. આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીને 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે ત્રણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ શાદાબ ખાન તરીકે આપી હતી. ઈમેલ મોકલનાર શખ્સે મુકેશ અંબાણીને અગાઉના ઈમેલને ધ્યાને ન લેવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. આ વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

ધમકીભર્યા મેઈલ : મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આરોપી વનપાર્ધીની ધરપકડ કરીને શનિવારે મુંબઈની નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મુકેશ અંબાણીને અગાઉના મેઈલ અવગણવા બદલ ગંભીર પરિણામોની ચેતવણી આપતા હાલના ધમકીભર્યા ઈમેલ મળ્યાના થોડા સમય બાદ જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

400 કરોડની ખંડણી માંગી : અગાઉ મુકેશ અંબાણીને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. જેમાં 20 કરોડ રૂપિયાની માંગ કરી જો રૂપિયા નહીં આપે તો ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં દરેક નવા ઈમેલ સાથે ખંડણીની રકમ વધારીને રૂ. 200 કરોડ અને રૂ. 400 કરોડ કરી દેવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ઈમેલ મોકલનાર અગાઉના ઈમેલનો જવાબ ન આપવાની ભૂલને ટાંકીને ખંડણીની રકમમાં વધારો કરતો હતો. ઉલ્લેખનિય છે કે, પ્રથમ ધમકીભર્યો મેઈલ 28 ઓક્ટોબરના રોજ મોકલવામાં આવ્યો હતો.

આરોપી ઝડપાયો : ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈનચાર્જની ફરિયાદના આધારે મુંબઈની ગામદેવી પોલીસે એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિને મૃત્યુના ડરથી અથવા ખંડણી મેળવવા માટે તકલીફ આપવા અને ગુનાહિત ધમકી આપવા બદલ આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 387 અને 506 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

  1. ED Officials Face Life threat in Jharkhand : ઝારખંડમાં ઈડી અધિકારીઓને જીવનું જોખમ, બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં દરોડા
  2. Crime: હરિદ્વારમાંથી ઝડપાયો નકલી આર્મી ઓફિસર, અનેક નકલી દસ્તાવેજો મળ્યા, 22 લાખનો ચેક પણ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.