- તમિલનાડુના વીજ પ્રધાન વી સેન્થિલ બાલાજીનું નિવેદન
- વાયર ખિસકોલીના ચાલવાથી વિજળી થાય છે વિક્ષેપિત
- સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ
ચેન્નાઇ: તામિલનાડુના વીજ પ્રધાન વી સેન્થિલ બાલાજીએ નિવેદન આપ્યુ હતુ કે, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાયર પર ચાલતી ખિસકોલીઓના કારણે રાજ્યને વારંવાર વીજળી વિક્ષેપિતનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાદ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે.
ખિસકોલીઓને લીધે વીજળીમાં વિક્ષેપ
બાલાજીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ વીજળીના વાયરો પર ચાલતી ખિસકોલીઓને લીધે વીજળીમાં વિક્ષેપ આવે છે. કારણ કે ખિસકોલીની ગતિને કારણે બે વાયર એક બીજા સાથે ટકરાતા હોય છે.
PMKના સ્થાપક ડો.એસ.રામાદાસે પ્રધાનના નિવેદન પર કટાક્ષ કર્યુ
પ્રધાનના નિવેદન પર કટાક્ષ કરતા રાજકીય પક્ષ પટ્ટલી મક્કલ કચ્છી (PMK founder) ના સ્થાપક ડો.એસ.રામાદાસે ટ્વીટ (Dr. S. Ramadas tweet) કરીને કહ્યું, આશ્ચર્ય, આ દિવસોમાં ચેન્નઇમાં વીજળી જવાનું કારણ શું હોઈ શકે? કદાચ ચેન્નાઇમાં ખિસકોલી ભૂગર્ભમાં ચાલી રહી છે?
વાયર ટકરાતા હોવાથી વીજળીમાં આવે છે વિક્ષેપ
વ્યવસાયે એક ડોક્ટર રામદાસે જણાવ્યું હતું કે, ખિસકોલી વીજળીના વાયર પર ચાલે છે, જેના કારણે વાયર ટકરાતા હોવાથી વીજળીમાં વિક્ષેપ આવે છે, એમ વીજ પ્રધાન સેન્થિલ બાલાજી કહે છે. વિજ્ઞાન… વિજ્ઞાન
આ પણ વાંચોઃ કોરોના કાળમાં અનોખા લગ્નનો વીડિયો - પ્રતિબંધોથી બચવા દંપતિએ કર્યા ફ્લાઇટમાં લગ્ન
વીજપ્રધાન સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ટ્રોલ
આ નિવેદન અંગે સોશિયલ મીડિયા પર અન્ય લોકોએ પણ પ્રધાન પર નિશાન સાધ્યું હતું, તેમના આ તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વીજ પ્રધાને અગાઉની AIADMK સરકારે પર પણ જાળવણીનું કામ નહીં ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેને વીજળી વિક્ષેપિત થવાનું કારણ પણ ગણાવ્યું હતું.