- લોકો દ્વારા બોલવામાં આવતી તમામ ભાષા ઈશ્વરની ભાષા: હાઈકોર્ટ
- ફક્ત સંસ્કૃત જ ઈશ્વરની ભાષા તેવો વિશ્વાસ કરાવવામાં આવ્યો
- સંસ્કૃત પ્રાચીન ભાષા છે તેમાં શંકા નથી
ચેન્નાઈ: તમિલને 'ઈશ્વરની ભાષા' ગણાવતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે, દેશભરમાં મંદિરોમાં અભિષેક અજવાર અને નયનમાર સંતો દ્વારા રચવામાં આવેલા તમિલ ભજનો, અરુણગિરિનાથરની રચનાઓના માધ્યમથી કરવામાં આવવું જોઇએ. ન્યાયમૂર્તિ એન કિરુબાકરણ અને ન્યાયમૂર્તિ બી. પુગાલેંધીની ખંડપીઠે હાલમાં જ એક આદેશમાં કહ્યું કે, આપણા દેશમાં એ વિશ્વાસ કરાવવામાં આવ્યો કે ફક્ત સંસ્કૃત જ ઈશ્વરની ભાષા છે. ખંડપીઠે કહ્યું કે, અલગ-અલગ દેશો અને ધર્મોમાં અલગ-અલગ માન્યતાઓ છે અને પૂજાના સ્થાન પણ સંસ્કૃતિ અને ધર્મ પ્રમાણે બદલાય છે.
સંસ્કૃતના સમકક્ષ કોઈ ભાષા નથી તેવી માન્યતા બનાવવામાં આવી
હાઈકોર્ટે કહ્યું કે, "ઈશ્વરથી જોડાયેલા કાર્યો માટે એ સ્થાનો પર સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં એ માન્યતા બનાવવામાં આવી કે ફક્ત સંસ્કૃત જ ઈશ્વરની ભાષા છે અને કોઈ અન્ય ભાષા આના સમકક્ષ નથી. સંસ્કૃત પ્રાચીન ભાષા છે જેમાં અનેક પ્રાચીન સાહિત્યની રચના કરવામાં આવી છે, એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ માન્યતા કંઇક એ પ્રકારથી બનાવવામાં આવી કે ઈશ્વર પોતાના અનુયાયીઓની પ્રાર્થના ફક્ત ત્યારે જ સાંભળશે જ્યારે તેઓ સંસ્કૃતના વેદોનું પઠન કરશે."
લોકો દ્વારા બોલવામાં આવતી દરેક ભાષા ઈશ્વરની ભાષા: હાઈકોર્ટ
અદાલત એ અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં રાજ્યના કરૂર જિલ્લામાં એક મંદિરમાં તિરુમુરાઈકલ, તમિલ સેવા મંતરમ અને સંત અમરાવતી અતરાંગઈ કરૂરરનના પઠન સાથે અભિષેક કરવાનો નિર્દેશ અધિકારીઓને કરવાની માંગ કરવામાં આવી છે. જજોએ કહ્યું કે, લોકો દ્વારા બોલવામાં આવતી દરેક ભાષા ઈશ્વરની ભાષા છે.
વધુ વાંચો: શ્રીનગર: ગમગીન માહોલમાં થયા પોલીસ અધિકારીના અંતિમ સંસ્કાર, હજારો લોકોની ભીડ ઉમટી
વધુ વાંચો: આજે જાહેર થશે JEE Main 2021 સત્ર-4નું પરિણામ, રિઝલ્ટ માટે અહીં કરો ચેક