- ભારત સાથે છે જો બાઇડેનનું ખાસ કનેક્શન
- પીએમ મોદી અને બાઇડેને વ્હાઇટ હાઉસમાં રમૂજી રીતે આ મુદ્દે વાત કરી
- 2013માં બાઇડેન મુંબઈ આવ્યા ત્યારે બાઇડેન સરનેમવાળી વ્યક્તિએ લખ્યો હતો પત્ર
નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના પરિવારનું ભારત સાથે કનેક્શન રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના પહેલી દ્વિપક્ષીય પ્રત્યક્ષ બેઠક દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનને કહ્યું કે, તેઓ આ સાબિત કરનારા દસ્તાવેજ સાથે લાવ્યા છે કે ભારતમાં બાઇડેન સરનેમવાળા તેમની સાથે સંબંધિત છે. બંને નેતાઓએ વ્હાઇટ હાઉસમાં રમૂજી રીતે આ મુદ્દે વાત કરી હતી.
ભારતમાં રહેનારા બાઇડેન અટકવાળા લોકો સાથે USના રાષ્ટ્રપતિનું કનેક્શન
બાઇડેને જ્યારે એ પૂછ્યું કે, ભારતમાં રહેનારા બાઇડેન સરનેમવાળાઓ સાથે તેમને સંબંધ છે? તો વડાપ્રધાન મોદીએ "હા"માં આનો જવાબ આપ્યો. મોદીએ જ્યારે કહ્યું કે, તેઓ ભારતમાં રહેનારા બાઇડેન સરનેમવાળા લોકો સાથે જોડાયેલા દસ્તાવેજ સાથે લાવ્યા છે, તો બાઇડેને પૂછ્યું, શું મારે આમનાથી સંબંધ છે? તો મોદીએ કહ્યું કે, હાં.
2013માં સંબંધીઓ વિશે પૂછવામાં આવ્યું હતું
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પોતાની પહેલી બેઠક દરમિયાન રમૂજી રીતે સંભવિત ઇન્ડિયન કનેક્શન વિશે જણાવ્યું. તેમણે બાઇડેન સરનેમવાળા એક વ્યક્તિ વિશે એક ઘટનાને યાદ કરતા કહ્યું, જેમણે 1972માં તેમને પત્ર લખ્યો હતો જ્યારે તેઓ પ્રથમ વખત સેનેટર તરીકે ચૂંટાયા હતા. બાઇડેને 2013માં અમેરિકન ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન મુંબઈમાં હતા તે યાદ કરતા કહ્યું કે, તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતમાં તેમના કોઈ સંબંધી છે?
1972માં મુંબઈના વ્યક્તિએ લખ્યો હતો આવો પત્ર
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, "મેં કહ્યું હતુ કે મને આ વિશે ખાતરી નથી, પરંતુ જ્યારે હું 1972માં 29 વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટાયો ત્યારે મને મુંબઈથી બાઇડેન સરનેમ ધરાવતી વ્યક્તિનો એક પત્ર મળ્યો હતો." બાઇડેને કહ્યું કે, બીજા દિવસે સવારે પ્રેસે તેમને કહ્યું કે ભારતમાં 5 બાઇડેન્સ રહેતા હતા.
જો બાઇડેને કરી મજાક
આ વિશે વધુ વિસ્તૃત રીતે જણાવતા બાઇડેને મજાકીયા અંદાજમાં કહ્યું કે, "ઈસ્ટ ઇન્ડિયા ટી કંપનીમાં એક કેપ્ટન જ્યોર્જ બાઇડેન હતા, જે એક આયરિશ વ્યક્તિ માટે સ્વીકારવું મુશ્કેલ હતું. હું આશા કરું છું કે તમે મજાક સમજી રહ્યા છો. તેઓ કદાચ ત્યાં જ રહ્યા અને એક ભારતીય મહિલા સાથે લગ્ન કરી લીધા." બાઇડેને કહ્યું કે, "હું ક્યારેય તે વિશે શોધી શક્યો નહીં, આ કારણે આ સમગ્ર બેઠકનો ઉદ્દેશ આનો ઉકેલ લાવવામાં મારી મદદ કરવાનો છે." આના પર પીએમ મોદી સહિત બેઠક રૂમમાં ઉપસ્થિત લોકોના હાસ્યથી હૉલ ગૂંજી ઉઠ્યો.
આ પણ વાંચો: Breaking News:UNમાં નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન
આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રમાં આજે મોદીનું સંબોધન, આખા વિશ્વની નજર હશે વડાપ્રધાનના ભાષણ પર