- ટી20 વર્લ્ડ કપ 2021ના બીજા દિવસે ભારત અને પાકિસ્તાનની થઈ ટક્કર
- ટી20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટથી હાર્યું
- મેચમાં ભારતીય ટીમના બોલર્સ કંઈ કમાલ ન કરી શક્યા
દુબઈઃ બેટ્સમેનોના નબળા પ્રદર્શન અને બોલર્સની પરિસ્થિતિઓને અનુકૂળ બોલિંગ કરવામાં નિષ્ફળ રહેવાના કારણે ભારતને ICC T20 વર્લ્ડ કપના સુપર 12ની ગૃપ 2 મેચમાં રવિવારે અહીં પાકિસ્તાનથી 10 વિકેટનો હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી છેલ્લા 29 વર્ષથી ભારતના પોતાના કટ્ટર હરિફ સામે ચાલી રહેલું વિજય અભિયાન રોકાઈ ગયું છે.
બાબર આઝમે 68 તો મોહમ્મદ રિઝવાને 78 રન બનાવ્યા
ભારતે વર્લ્ડ કપ (વન-ડે અને ટી20)માં વર્ષ 1992 પછી આ મેચથી પહેલા સુધી તમામ 12 મેચ (વન-ડેમાં 7 અને ટી20માં 5)માં જીત મેળવી હતી, પરંતુ પહેલા શાહીન શાહ અફરીદી (31 રન બનાવીને 5)ની આગેવાનીમાં પાકિસ્તાની બોલર્સની સામે તેમના બેટ્સમેન ન ચાલ્યા અને પછી બાકીની કસર કેપ્ટન બાબર આઝમે (52 બોલ પર નોટઆઉટ 68, 6 ચોગ્ગા, 2 છગ્ગા) પૂરી કરી દીધી હતી અને મોહમ્મદ રિઝવાન (55 બોલ પર નોટઆઉટ 78, 6 ચોગ્ગા, 3 છગ્ગા)ની પહેલી વિકેટ માટે અતૂટ સદીની ભાગીદારી પૂર્ણ કરી દીધી હતી.
આ પણ વાંચો- IND VS PAK T20 World Cup 2021 Live: પાકિસ્તાને ભારતને હરાવ્યું, બાબાર-રિજવાન પડ્યા ભારે
પાકિસ્તાન એક પણ વિકેટ ગુમાવ્યા વગર 17.5 ઓવરમાં મેચ જીત્યું
ભારતે 7 વિકેટ પર 151 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાને 17.5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 152 રન બનાવીને એકતરફી જીત મેળવી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. ભારત ટોસ હાર્યું હતું અને આનાથી એક સમય તે ત્રણ વિકેટ પર 31 રન બનાવીને સંઘર્ષ કરી રહ્યું હતું. વિરાટ કોહલી (49 બોલમાં 57 રન, 5 ચોગ્ગા, 1 છગ્ગા), ઋષભ પંત (30 બોલમાં 39 રન, 2 ચોગ્ગા, 2 છગ્ગા)ની સાથે ચોથી વિકેટ માટે 40 બોલ પર 53 રનની ભાગીદારી કરી હતી, જેના કારણે ભારત સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
કોહલીના બોલર્સથી લઈને ફિલ્ડિંગની ગોઠવણીમાં તે આક્રમકતા ન જોવા મળી
આનાથી ઉલટું પાકિસ્તાની બેટ્સમેનોએ શરૂઆતથી જ ભારતીય બોલર્સ પર દબાણ બનાવી લીધું હતું. કોહલીના બોલર્સથી લઈને ફિલ્ડિંગની ગોઠવણીમાં તે આક્રમકતા ન જોવા મળી, જેના કારણે તેમને વિશ્વના સફળ કેપ્ટનમાં ગણવામાં આવે છે. વર્લ્ડ કપ પછી ટી20ની કેપ્ટનશિપ છોડવાનું મન બનાવી ચૂકેલા કોહલીને આ હાર વર્ષો સુધી ખટકતી રહેશે. રિઝવાને ભૂવનેશ્વરની પહેલી ઓવરમાં જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. કોહલીને પાવરપ્લેમાં જ વરુણ ચક્રવર્તીને બોલિંગ આપવી પડી હતી. પાકિસ્તાને પહેલી 6 ઓવરમાં 43 રન બનાવી લીધા હતા.
પાકિસ્તાના બંને ઓપનિંગ બેટ્સમેને સ્ટ્રાઈક રોટેટ કરીને ભારત પર દબાણ બનાવ્યું
બાબર અને રિઝવાનનું ફૂટવર્ક, પ્લેસમેન્ટ અને ટાઈમિંગ ઘણું સારું રહ્યું હતું, જેની સામે ભારતના ઝડપી બોલર્સ અને સ્પિનર્સનું કંઈ ન ચાલ્યું. આ બંનેએ સ્ટ્રાઈક રોટેટ કરીને ભારત પર દબાણ બનાવ્યું હતું. ભારતના બંને સ્પિનર્સે 8 ઓવરમાં 61 રન આપ્યા હતા. જ્યારે ઝડપી બોલર્સ પણ વિકેટ ન લઈ શક્યા. બાબર ઝડપથી જ આક્રમક રંગમાં ઉતરી ગયો હતો. તેણે રવિન્દ્ર જાડેજાની ઓવરથી છગ્ગાની શરૂઆત કરી હતી અને પછી ચક્રવર્તીની એક ઓવરમાં 2 છગ્ગા લગાવ્યા હતા. આમાંથી બીજા છગ્ગાથી તેણે અડધી સદી પૂર્ણ કરી હતી. ભારતીય સ્પિનર્સને ઝાકળના કારણે બોલ પર પકડ બનાવવામાં ઘણી હેરાનગતિ થઈ હતી.
ભારતને પહેલો ઝટકો 6 રનની અંદર 2 વિકેટ ગુમાવીને લાગ્યો
રિઝવાને 41 બોલમાં અડધી સદી પૂરી કરી હતી અને તે જલ્દી જ પોતાના કેપ્ટનની બરાબરીમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તેણે મોહમ્મદ શામીની બોલિંગમાં છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને 18મી ઓવરમાં પોતાની ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી. આ પહેલા ભારત માટે શરૂઆત કોઈ પણ રીતે અનુકૂળ નહતી રહી. કોહલી ટોસ હાર્યો અને ભારતે ત્યારબાદ 13 બોલ અને 6 રનની અંદર 2 ધૂંઆધાર બેટ્સમેન રોહિત શર્મા (0) અને કે. એલ. રાહુલ (3)ની વિકેટ ગુમાવી દીધી હતી.
અફરીદીએ કે. એલ. રાહુલની વિકેટ લીધી
રોહિતના ડાબા હાથના ઝડપી બોલરની સામે કોણી લઈને અંદર આવતા બોલ પર કમજોરી ફરી ખૂલીને સામે આવી હતી. અફરીદીએ તેને પહેલી જ ઓવરમાં લેગ આઉટ કર્યા પછી આગામી ઓવરમાં પહેલા બોલમાં રાહુલની વિકેટ લીધી. સૂર્ય કુમાર યાદવ (8 બોલમાં 11)ને હસન અલી (44 રન આપીને 2)ને વિકેટ પછી રિઝવાનના હાથે કેચ કરાવ્યો હતો, જેના કારણે પાવરપ્લે પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 36 રન થઈ ગયો હતો. કોહલીનો અફરીદી પર કોઉ કોર્નર પર લગાવાયેલો છગ્ગો દર્શનીય હતો, પરંતુ સૂર્યકુમારના આઉટ થવા પછી તેણે પણ સંભાળીને રમવું પડ્યું હતું. પંતના લેગ સ્પિનર શાદાબ ખાન પર શોર્ટ ફાઈન લેગ પર લગાવવામાં આવેલા ચોગ્ગાથી ભારત 9 ઓવરમાં 50 રનને પાર પહોંચ્યું હતું.
ભારતે 9 ઓવરમાં 64 રન બનાવ્યા હતા
પંતે હસન અલી પર ઈનિંગની 12મી ઓવરમાં એક હાથથી સતત બોલ પર સ્ક્વાયર લેગ અને લોન્ગ ઓફ પર છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ જ્યારે તે ખતરનાક જોવા મળ્યો હતો. ત્યારે તેણે શાદાબ ખાન (22 રન આપીને 1)નો બોલ હવામાં ઉછાળી સરળ કેચ આપી દીધો હતો. આનાથી રન ગતિ ફરી ધીમી પડી ગઈ હતી. ભારત 15 ઓવરમાં ત્રણ આંક સુધી પહોંચી ગયું હતું. ભારતે વચ્ચે 9 ઓવરમાં 64 રન બનાવ્યા હતા અને પંતની વિકેટ ગુમાવી હતી. તેણે અંતિમ 5 ઓવરમાં ત્રણ વિકેટ માટે 51 રન જોડ્યા હતા.
વિરાટ કોહલીએ સદી ફટકારી પણ એળે ગઈ
વિરાટ કોહલીએ પાકિસ્તાનના 45 બોલમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ છઠ્ઠા સ્થાન પર બેટિંગ માટે આવેલા રવિન્દ્ર જાડેજા (13 બોલમાં 13) બનાવી પરત ફર્યો હતો. કોહલી 19મી ઓવરમાં આઉટ થયો અને આ રીતે પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપમાં સતત ચોથી ઈનિંગમાં નોટઆઉટ ન રહી શક્યો. હાર્દિક પંડ્યા પણ 11 રન જ બનાવી શક્યો હતો.