- ગ્રેટર નોયડાના બીટા-2 વિસ્તારમાં રેસ્ટોરાંના માલિકની હત્યા
- સ્વિગીના ડિલીવરી બોયે રેસ્ટોરાંના માલિકને ગોળી મારી દીધી
- આ કેસની તપાસ કરવા પોલીસે 3 ટીમ બનાવી
નવી દિલ્હી/ગ્રેટર નોયડાઃ ગ્રેટર નોયડાના બીટા-2 વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં સ્વિગીના ઓર્ડરની ડિલીવરી અંગે વિવાદ પછી ત્યાં હાજર સ્વિગીના ડિલીવરી બોયે કિચન સંચાલકને ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. કિચનમાં કામ કરનારા કર્મચારીએ હોટલ સંચાલકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસનું કહેવું છે કે, કેસ દાખલ કરી આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આમાં ત્રણ ટીમ બનાવવામાં આવી છે. ટૂંક જ સમયમાં ઘટનાનું અનાવરણ કરવામાં આવશે.
આ પણ વાંચો- વલભીપૂરમાં મિત્રો સાથે દારૂ પીવા ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
રેસ્ટોરાંનો માલિક ઓર્ડર લેતો હતો ત્યારે જ ગોળી મારી
સુનિલ અગ્રવાલ નામનો શખ્સ મિત્રા સોસાયટીમાં કિચન ચલાવે છે, જેના ભોજનની ઓનલાઈન ડિલીવરી સ્વિગી અને ઝોમેટોના માધ્યમથી કરવામાં આવે છે. ગઈકાલે મોડી રાત્રે સ્વિગીના ઓર્ડરની ડિલીવરી કરવા માટે ડિલીવરી બોય પહોંચ્યો હતો. ઓર્ડરની ડિલીવરી અંગે વિવાદ થતા ડિલીવરી બોય ગોળી મારી ફરાર થઈ ગયો હતો. કિચનમાં કામ કરતા લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે, તેમણે દૂરથી જોયું કે, સુનિલ પોતાના મોબાઈલથી ઓર્ડર લઈ રહ્યો હતો. તે સમયે જ ગોળી ચલાવવાનો અવાજ આવ્યો અને તે પડી ગયો.
આ પણ વાંચો- પત્ની સાથે આડાસંબંધની શંકામાં મિત્રની ઘાતકી હત્યા, ઘટના CCTV માં કેદ
ડિલિવરી અંગે વિવાદ થયો હતો
એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું હતું કે, મિત્રા સોસાયટીમાં પોતાનું કિચન ચલાવનારો સુનિલ અગ્રવાલને સ્વિગીના ડિલીવરી અંગે વિવાદ થયો હતો. ત્યારબાદ સ્વિગીના ડિલીવરી બોયે તેને ગોળી મારી દીધી હતી. જોકે, તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો, પરંતુ તેનું મોત થયું હતું. પોલીસે સીસીટીવી કેમેરાના મદદથી આરોપીની તપાસ શરૂ કરી છે.