ETV Bharat / bharat

એન્ટિલીયાની બહાર મળેલા વિસ્ફોટકના કેસ સાથે જોડાયેલો શંકાસ્પદ મોબાઈલ તિહાર જેલમાંથી મળી આવ્યો

author img

By

Published : Mar 12, 2021, 10:19 AM IST

થોડા સમય પહેલા મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી મળી હોવાના કેસમા વધુ એક અપડેટ સામે આવી છે. આ કેસ સાથે જોડાયેલું એક ટેલિગ્રામ ગ્રુપ જેમાંથી બન્યું છે તે મોબાઈલ તિહાર જેલમાંથી મળી આવ્યો છે.

નવી દિલ્હી
નવી દિલ્હી

  • તિહાર જેલમાંથી મળી આવ્યો શંકાસ્પદ મોબાઈલ
  • સ્પેશિયલ સેલ કરશે મામલાની વધુ તપાસ
  • જૈશ-ઉલ-હિંદે લીધી હતી ઘટનાની જવાબદારી

નવી દિલ્હી: મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી મળી હોવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલના ઇનપુટ પર તિહાર જેલની અંદરથી એક શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યો છે. આ એ જ મોબાઇલ છે જેનો ઉપયોગ કરીને ટેલિગ્રામ એપ્લિકેશન બનાવવામાં આવી હતી. જ્યાંથી મોબાઈલ મળી આવ્યો છે ત્યાં પહેલાથી સજા ભોગવી રહેલા કેદીઓ રહે છે. સ્પેશિયલ સેલ આખા મામલાની વધુ તપાસ કરી રહી છે.

સ્પેશિયલ સેલ કરી રહ્યુ છે વધુ તપાસ

મળતી માહિતી મુજબ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જૈશ-ઉલ-હિંદ જૂથે આ વિસ્ફોટક વસ્તુને કારમાં રાખવાની જવાબદારી લીધી હતી. આ સમગ્ર મામલાની તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. તેની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, વિસ્ફોટકો રાખવાની જવાબદારી લેનાર જૂથ બનાવવાનું કામ તિહાડ જેલમાં તે જ મોબાઇલ નંબરથી કરવામાં આવ્યું હતું. આ પછી, તેમણે આખા કેસની માહિતી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપી હતી, જેથી તે આ વિશે વધુ તપાસ કરી શકે. આ સમગ્ર ષડયંત્ર પાછળ કોણ કોણ સામેલ છે તેની શોધખોળ સ્પેશિયલ સેલ કરી રહ્યુ છે.

આ પણ વાંચો: એન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ

મળી આવેલા મોબાઈલમાં હોઈ શકે છે વિસ્ફોટક વિશેની માહિતી

સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, તેમની ટીમે તિહાર જેલને મોબાઇલ વિશે થોડો ઇનપુટ આપ્યો હતો. આ સહાય સાથે, તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને એક મોબાઇલ કબજે કર્યો. જ્યાંથી આ મોબાઇલ મળી આવ્યો છે ત્યાં સજા પામેલા કેટલાક આતંકવાદીઓ બંધ છે. સ્પેશિયલ સેલનું માનવું છે કે વિસ્ફોટક સામગ્રી રાખવાની જવાબદારી આ મોબાઇલની ટેલિગ્રામ એપ પરથી લેવામાં આવી હતી. આ મોબાઇલ ટૂંક સમયમાં જ તેમને તિહાર જેલ દ્વારા સોંપવામાં આવશે, ત્યારબાદ તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે ત્યારબાદ અન્ય મહત્વપૂર્ણ માહિતી જાહેર કરશે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.