નવી દિલ્હી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથને 'વાસ્તવિક રાજકીય પક્ષ' જાહેર કરવાના મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના (Maharashtra assembly speaker) આદેશ વિરુદ્ધ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી 22 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. . જૂન 2022માં પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી.
સોમવારે ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટની (Supreme Court) રજિસ્ટ્રી દ્વારા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ 19 જાન્યુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ શુક્રવારના બદલે આવતા સપ્તાહે સોમવારે સુનાવણી થવી જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું, 'અમે સોમવારે આની સુનાવણી કરીશું.'
ઠાકરે જૂથે, વકીલ રોહિત શર્મા મારફત, 15 જાન્યુઆરીએ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને 'અસલી રાજકીય પક્ષ' તરીકે જાહેર કરવાના વિધાનસભા અધ્યક્ષના (Maharashtra assembly speaker) 10 જાન્યુઆરીના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ શિંદે સહિત શાસક છાવણીના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઠાકરે જૂથની અરજીને ફગાવી દીધી (Maharashtra assembly speaker) હતી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષે શિંદે સહિત શાસક છાવણીના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઠાકરે જૂથની અરજીને પણ ફગાવી દીધી હતી. આ ઉપરાંત, 10 જાન્યુઆરીએ અયોગ્યતાની અરજીઓ પરના તેમના નિર્ણયમાં, વિધાનસભાના અધ્યક્ષે હરીફ છાવણીમાંથી કોઈપણ ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યા ન હતા.