ETV Bharat / bharat

Maharashtra Political Crisis: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શિંદેનું નિવેદન- અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ

શિવસેનાના વિભાજનને કારણે ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતની માંગણી કરી હતી. જે મામલે સુપ્રીમે નબામ રેબિયાના 2016ના આદેશની સમીક્ષા માટે અરજીઓને મોટી બેંચને મોકલવાનો ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ 21 ફેબ્રુઆરીએ ઉદ્ધવ અને એકનાથ જૂથના કેસની સુનાવણી કરશે.

2016 નાબામ રેબિયાના ચુકાદા
2016 નાબામ રેબિયાના ચુકાદા
author img

By

Published : Feb 17, 2023, 1:37 PM IST

નવી દિલ્હી: શિવસેનાના વિભાજનને કારણે જૂન 2022માં સર્જાયેલી રાજકીય કટોકટી સંબંધિત અરજીઓને સુપ્રીમ કોર્ટે 2016ના નબામ રેબિયાના ચુકાદાની પુનર્વિચારણા માટે સાત જજની બેન્ચને મોકલવાનો શુક્રવારે ઇનકાર કર્યો હતો. 2016નો ચુકાદો અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવા માટે વિધાનસભાના સ્પીકરની સત્તા સાથે સંબંધિત છે. ઉપરાંત, હવે સુપ્રીમ કોર્ટ 21 ફેબ્રુઆરીથી મેરિટના આધારે ઉદ્ધવ વિરુદ્ધ એકનાથ જૂથના કેસની સુનાવણી કરશે.

અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ: આ મામલે મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેએ કહ્યું છે કે અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. લોકશાહીમાં બહુમતી સાથે સત્તામાં આવવાનો અર્થ ઘણો થાય છે. અમે લોકોના ભલા માટે કામ કરી રહ્યા છીએ. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે ન્યાયતંત્ર યોગ્યતાના આધારે નિર્ણય લે.

આ પણ વાંચો: Amit shah on Maharashtra tour: ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના મહારાષ્ટ્રના પ્રવાસે

આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીએ: મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે કહ્યું કે શું 2016 નાબામ રેબિયાના ચુકાદાને સંદર્ભની જરૂર છે કે નહીં, તે 21 ફેબ્રુઆરીના રોજ આ બાબતની યોગ્યતા પર વિચાર કરશે. પરિણામે આ મામલાની યોગ્યતા પર સુનાવણી મંગળવારે સવારે 10:30 વાગ્યે થશે.

મોટી બેંચમાં કેસ ટ્રાન્સફરનો વિરોધ: તમને જણાવી દઈએ કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એએમ સિંઘવીએ નબામ રેબિયાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કેસને સાત જજોની બેંચને મોકલવાની માંગ કરી હતી. પક્ષના એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથવતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને એનકે કૌલે મોટી બેંચમાં ટ્રાન્સફરનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: BBC documentary: BBC ડોક્યુમેન્ટરીને પ્રતિબંધ કરવાના વિવાદ મામલે વધુ એક PIL દાખલ

ઠાકરે જૂથે દ્વારા ગેરલાયકાતની માંગણી: મહારાષ્ટ્રના ગવર્નર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ મામલાને મોટી બેંચને મોકલવાના કોઈપણ પગલાનો વિરોધ કર્યો હતો. 2016માં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે અરુણાચલ પ્રદેશના નબામ રેબિયા કેસનો નિર્ણય કરતી વખતે એવું નક્કી કર્યું હતું કે જો સ્પીકરને હટાવવાની અગાઉની સૂચના ગૃહ સમક્ષ પેન્ડિંગ હોય તો સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજી સાથે આગળ વધી શકે નહીં. આ નિર્ણય શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યોના બચાવમાં આવ્યો હતો. જેઓ હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન છે. ઠાકરે જૂથે તેમની ગેરલાયકાતની માંગણી કરી હતી.

(PTI)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.