ETV Bharat / bharat

SC on Atiq-Ashraf Murder Case: અતીક અહેમદ હત્યા કેસમાં SCએ યુપી સરકારને પૂછ્યું, 'એમ્બ્યુલન્સ સીધી હોસ્પિટલ કેમ ન ગઈ'

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કડક વલણ અપનાવતા કોર્ટે પૂછ્યું કે અતીકની જાહેર પરેડ શા માટે આયોજિત કરવામાં આવી.

author img

By

Published : Apr 28, 2023, 2:58 PM IST

Updated : Apr 28, 2023, 3:32 PM IST

supreme-court-seeks-report-from-up-govt-on-steps-taken-after-killing-of-atiq-ahmed-ashraf

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારને પ્રયાગરાજમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ લેવાયેલા પગલાં અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી ઝાંસીમાં પોલીસ સાથેના એન્કાઉન્ટર અંગેનો રિપોર્ટ પણ માંગ્યો હતો જેમાં અતિક અહેમદના પુત્ર અસદનું મોત થયું હતું.

મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની એક ટીમ દ્વારા 13 એપ્રિલના રોજ એક એન્કાઉન્ટરમાં અસદનું મોત થયું હતું. બે દિવસ પછી, અતીક અહેમદ અને અશરફને મીડિયા પર્સન તરીકે દર્શાવતા ત્રણ લોકોએ નજીકથી ગોળી મારી દીધી હતી. આ હત્યા ત્યારે કરવામાં આવી જ્યારે બંનેને પોલીસ સુરક્ષા હેઠળ સ્વાસ્થ્ય તપાસ માટે પ્રયાગરાજની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ એડવોકેટ વિશાલ તિવારીની અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં 2017થી ઉત્તર પ્રદેશમાં થયેલા 183 પોલીસ એન્કાઉન્ટરની તપાસની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો Anand Mohan: મુક્તિ મુદ્દે મતમતાંતર, ઓવૈસીનો નીતીશકુમારને ટોણો દલિત અધિકારીના હત્યારાને છોડી દીધો

સુપ્રીમ કોર્ટનું કડક વલણ: કડક વલણ અપનાવતા કોર્ટે પૂછ્યું કે અતીકની જાહેર પરેડ શા માટે આયોજિત કરવામાં આવી. આ સાથે કોર્ટે કહ્યું કે જ્યારે અતીક અને તેનો ભાઈ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યારે એમ્બ્યુલન્સને હોસ્પિટલની અંદર કેમ ન લઈ જવામાં આવી. દેશની સર્વોચ્ચ અદાલતે પણ અસદ એન્કાઉન્ટર પર વિગતવાર એફિડેવિટ માંગી છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે રાજ્યની યોગી સરકારને એ પણ પૂછ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર પછી પોલીસની કામગીરીને લઈને જસ્ટિસ બીએસ ચૌહાણના રિપોર્ટ પર અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો Umesh Pal Murder Case: પોલીસ હવે માફિયા અતિક અહેમદના મોટા પુત્ર પર કરશે કાર્યવાહી

Last Updated : Apr 28, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.