ETV Bharat / bharat

Shree Krishna Janmabhoomi Issue: અલ્હાબાદ હાઈ કોર્ટ તરફથી શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિશે કોઈ જાણકારી અપાઈ નથીઃ સુપ્રીમ કોર્ટ

આજે સુપ્રીમ કોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈ કોર્ટને એક રિમાઈન્ડર મોકલ્યું છે. જેમાં રજિસ્ટ્રારને હાજર રહેવાના આદેશ કરાયા છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ.

અલ્હાબાદ હાઈ કોર્ટ તરફથી શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિશે કોઈ જાણકારી અપાઈ નથીઃ સુપ્રીમ કોર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 7:27 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મુદ્દે અલ્હાબાદ હાઈ કોર્ટને એક રિમાઈન્ડર મોકલ્યું છે. આ રિમાઈન્ડરમાં રજિસ્ટ્રારને સુનાવણીમાં હાજર રહેવાના આદેશ કરાયા છે.

રજિસ્ટ્રારને હાજર રહેવા આદેશઃ ન્યાયાધિશ સંજય કિશ કૌલ અને ન્યાયાધિશ સુધાંશુ ધૂલિયાની સંયુક્ત બેન્ચે અલ્હાબાદ હાઈ કોર્ટનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા થયો નથી તેવું નોંધીને આ વિવાદમાં કેટલા મામલા સામેલ છે તે જાણવા માટે આગ્રહ કર્યો છે. બેન્ચે અલ્હાબાદ હાઈ કોર્ટના રજિસ્ટ્રારે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર માહિતી રજૂ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. આ મામલે જે ડિક્રિને પડકાર આપ્યો છે તે 1973 અને 1968ની ન હોવાનું બેન્ચે જણાવ્યું છે.

ટ્રસ્ટની કાયદેસરતાઃ છેલ્લા 50 વર્ષોથી બંને સમૂદાયો શાંતિથી રહે છે. ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી. હવે આ કેસ એવા લોકો દ્વારા દાખલ કરવામાં આવ્યો છે જેમણે ટ્રસ્ટ બનાવ્યું છે અથવા ટ્રસ્ટ પર ગેરકાયદેસર કબ્જો મેળવી લીધો છે. વકીલે કહ્યું કે તેમના અસીલો પાસે અલ્હાબાદ જવા માટે નાણાં નથી, અને તેમણે મસ્જિદની નજીક કોઈ સ્થાન પર સ્થળાંતર માટે આગ્રહ કર્યો છે. તેના કારણમાં મથૂરા અને અલ્હાબાદ વચ્ચે 600 કિલોમીટરનું અંતર છે. જો કે મથૂરાથી દિલ્હી વચ્ચેનું અંતર 150 કિલોમીટરનું છે. ન્યાયાધીશ કૌલે કહ્યું કે અલ્હાબાદ અને લખનઉ હાઈ કોર્ટની આ સમસ્યા છે અમે કોઈ કડક ફેંસલો લેવા માંગતા નથી.

સુપ્રીમનો 21 જુલાઈનો આદેશઃ સંયુક્ત બેન્ચે પહેલા કેટલા મામલા છે તેની યાદીની માંગણી કરી છે. સમગ્ર કેસની રૂપરેખા જાણવા માટે કેટલા મામલા છે તે જાણવું જરૂરી છે. દલીલો સાંભળ્યા બાદ સંયુક્ત બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, કાર્યાલયના રિપોર્ટથી ખબર પડે છે કે 21 જુલાઈ, 2023ના રોજ અમારા આદેશ અનુસાર હાઈ કોર્ટના રજિસ્ટ્રારને મોકલવામાં આવ્યા હતા. આ રજિસ્ટ્રાર પાસેથી કોઈ દસ્તાવેજ કે જાણકારી પ્રાપ્ત થયા નથી. અંતિમ આદેશ સાતે રિમાઈન્ડર મોકલી શકાય છે તેમજ મુખ્ય ન્યાયાધિશ સમક્ષ આદેશને રજૂ કરવામાં આવી શકે છે. જો અલ્હાબાદ હાઈ કોર્ટના રજિસ્ટ્રાર રુબરુ સુપ્રીમ કોર્ટમાં હાજર રહે તે આવશ્યક છે.

દરેક કેસની યાદી આવશ્યકઃ વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું કે 10 ઓગસ્ટના રોજ દેવતા તરફથી આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતે આ કેસ લેવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 30 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈ કોર્ટના રજિસ્ટ્રારને શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધમાં પેન્ડિંગ રહેલા અનેક કેસની યાદી રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે 21 જુલાઈના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે બંને પક્ષોના વિદ્વાન વકીલોને સાંભળ્યા બાદ અમને હાઈ કોર્ટના રજિસ્ટ્રાર હાજર રહે તે આવશ્યક છે.

  1. Bihar Caste Census: સુપ્રીમ કોર્ટ 6 ઓક્ટોબરે બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સુનાવણી કરશે
  2. SC Rejects Sanjiv Bhatt's Plea: સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટની 3 અરજીઓ ફગાવી દીધી, 3 લાખનો દંડ પણ ફટકાર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.