- દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ
- સંક્રમણ અટકાવવા માટે હાથની યોગ્ય સફાઈ જરૂરી
- માહિતી હોવા છતાં અવગણવના કરવી
ન્યૂઝ ડેસ્ક : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આરોગ્યપ્રદ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાથની સલામતી અને સ્વચ્છતા માટેના ઉપાય અપનાવીને કોરોના અને અન્ય સંક્રમણને ટાળી શકે છે, પરંતુ આ માહિતી હોવા છતાં, લોકો હજૂ પણ આરોગ્યને લગતા વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને આરોગ્ય કાર્યકરો વિવિધ કારણોસર હાથની સ્વચ્છતા માટે જરૂરી સ્વચ્છતા ગાઇડલાઇનનું પાલન કરતા નથી.
આ અંગે WHOનાં આંકડા ચિંતાજનક છે. આંકડાકીય માહિતી અનુસાર;
- દર 4માંથી 1 હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છ પાણીની તંગી છે. એટલે કે, હાલમાં આશરે 1.8 અબજ લોકો હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક માત્રામાં પાણીની તંગીનો સામનો કરે છે, તથા લગભગ 712 મિલિયન લોકોને નળનું પાણી મળતું નથી.
- દર 3માંથી 1 આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય રીતે હાથ ધોવા અને તેને સાફ રાખવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્દ્ધ નથી.
- મધ્યમ અને ઓછી આવકવાળા દેશોમાં ગંભીર રોગોથી પીડિત દર્દીઓમાંથી માત્ર 9 ટકા દર્દીઓ તેમના હાથને સંક્રમણ મુક્ત અને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતાના યોગ્ય ધોરણોનો ઉપયોગ કરે છે.
- એટલું જ નહીં ઉંચી આવક ધરાવતા દેશોમાં પણ ફક્ત 70 ટકા લોકો યોગ્ય રીતે હાથ સાફ રાખવા માટે જરૂરી ધોરણોનું પાલન કરે છે.
આ પણ વાંચો : આપણા આરોગ્ય માટે તાંબુ કેટલું ઉપયોગી છે ?
સાબુથી હાથ ધોવાના ફાયદાઓ
યોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના એક રિપોર્ટ અનુસાર સાબુથી હાથ ધોવાની સારી આદતને અનુસરીને ફક્ત લોકોના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને આરોગ્ય સંબંધિત લાભ થાય છે. સાબુથી હાથ ધોવાના કેટલાક મુખ્ય ફાયદા નીચે મુજબ છે ;
- ઝાડાના દર્દીઓની સંખ્યામાં 23થી 40 ટકાનો ઘટાડો.
- અતિસારથી થતાં રોગો અને તેના કારણે નબળી રોગ પ્રતિકારક શક્તિના કિસ્સાઓમાં 58 ટકાનો ઘટાડો.
- સામાન્ય લોકોમાં શ્વાસના રોગ, જેમ કે શરદી-ખાંસીના કેસમાં 16થી 21 ટકાનો ઘટાડો થયો છે.
- ખાસ કરીને બાળકોમાં જઠરની સમસ્યાઓ અને પેટની અન્ય સમસ્યાઓના કિસ્સામાં 29થી 57 ટકાનો ઘટાડો.
હાથ ધોવાનાં પાંચ પગલા
- કોઈપણ પ્રકારનું સંક્રમણ સામાન્ય રીતે આપણા હાથ દ્વારા જ ફેલાય છે. જ્યારે આપણે ગંદા અને ચેપવાળા હાથથી આપણા નાક, આંખો અથવા મોંને સ્પર્શ કરીએ છીએ, ત્યારે ચેપ આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણી સિસ્ટમ્સને અસર કરવાનું શરૂ કરી દે છે. CDCના જણાવ્યા અનુસાર હાથની સ્વચ્છતા જાળવવા માટે હાથ ધોવાની સાચી રીતનાં પાંચ પગલા નીચે મુજબ છે.
- ચાલુ નળમાંથી ગરમ અથવા ઠંડા પાણીમાં હાથને પલાળો, ત્યારબાદ નળ બંધ કરો અને હાથ પર સાબુ લગાવો.
- સાબુ લાગેલા હાથને એકબીજા સાથે ઘસો. હાથને ઘસતી વખતે આંગળીઓ વચ્ચેનો વિસ્તાર, નખની ટોચ અને હાથની પાછળની બાજુ પણ યોગ્ય રીતે સાફ થવી જોઈએ.
- સાબુથી ઓછામાં ઓછા 20 સેકંડ સુધી હાથ ઘસો. સમયનો ખ્યાલ મેળવવા માટે જન્મદિવસના શુભેચ્છા ગીતને શરૂઆતથી અંત સુધી બે વાર ગાવો. કારણ કે સામાન્ય રીતે આ ગીત એક સમયે 10 સેકંડમાં પૂર્ણ થાય છે.
- સ્વચ્છ અને વહેતા પાણીમાં હાથ સારી રીતે ધોઈ લો.
- નરમ ટુવાલ અથવા હેર ડ્રાયરથી તમારા હાથને સારી રીતે સૂકવો.
હાથની સુરક્ષાની સાથે સાથે પાણી બચાવવું પણ મહત્વપૂર્ણ છે. તેથી જ્યારે જરૂર ન હોય, ત્યારે હંમેશા પાણીના નળને બંધ રાખો અને હાથ ધોતી વખતે સતત પાણી વહાવશો નહીં.
આ પણ વાંચો : વિશ્વ અસ્થમા દિવસ: કોરોના કાળમાં વધારે ધ્યાન રાખે અસ્થમાના દર્દીઓ
સેનિટાઇઝર પણ ઉપયોગી છે
સાબુ અને પાણીથી હાથ સાફ કરવા એ કોઈપણ પ્રકારના સૂક્ષ્મજંતુ, બેક્ટેરિયા અને વાઈરસથી હાથને સુરક્ષિત રાખવાનો સૌથી સહેલો અને શ્રેષ્ઠ રસ્તો છે, પરંતુ જો હાથની સુરક્ષા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરવો શક્ય ન હોય, તો આવી સ્થિતિમાં આલ્કોહોલિક સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકાય છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, સેનિટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછામાં ઓછું 60 ટકા હોવું જોઈએ. અહીં એ જાણવું પણ જરૂરી છે કે, સેનિટાઇઝરના ઉપયોગથી હાથની 100% સુરક્ષા શક્ય નથી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હાથ સાફ રાખવા માટે સાબુ અને પાણીનો જ ઉપયોગ કરવો.