સીધી : મધ્યપ્રદેશના સિધી જિલ્લાના એક ગામમાં એક યુવતીએ પોતાની જીભ કાપીને માતાના મંદિરમાં ચડાવી દીધી છે. આસ્થા હોય કે અંધશ્રદ્ધા, તેના વિશે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ મામલો સિહાવલ વિધાનસભા ક્ષેત્ર હેઠળની ગ્રામ પંચાયત બરાગાંવનો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ અને ડોક્ટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો - વડોદરાની સ્કૂલમાં આગ લાગતા આ રીતે કરાયું રેસ્ક્યૂ, જૂઓ વીડિયો...
પૂજા દરમિયાન યુવતીએ કર્યું કૃત્યઃ યુવતીએ બાડા ગામના પ્રસિદ્ધ હનુમાન મંદિરની બાજુમાં આવેલા દેવી માના મંદિરે પૂજા કરવા પરિવાર સાથે આવી હતી.આ દરમિયાન તેણે પોતાની જીભ મૂકી કાપીને અર્પણ કરી હતી. આ પછી તેની માતાએ આસપાસના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. લોકોએ પણ આ બાબત પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. અમીલિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કેદાર પરૌહા તેમની ટીમ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમીલિયામાં તૈનાત ડો. સ્વતંત્ર પટેલ દેવી મંદિર પાસે પહોંચ્યા હતા.
આ પણ વાંચો - નફીસા આત્મહત્યા કેસમાં તપાસ કરવામાં પોલીસને રસ જ નથી કે શું...
તબીબે યુવતીની તપાસ કરી : ગ્રામજનોએ જણાવ્યું કે યુવતીનું આરોગ્ય પરીક્ષણ ડો.સ્વતંત્ર પટેલે કર્યું હતું. ડૉક્ટરે કહ્યું કે, કોઈ પણ પ્રકારના ખતરાની વાત નથી. યુવતી જલ્દીથી સ્વસ્થ થઈ જશે. પરંતુ આવા કૃત્ય જીવલેણ હોઈ શકે છે. કાપવાથી જીવલેણ બની શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આ અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ. આ અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે.