ગયા, બિહાર: RRB NTPC પરિણામ સામે વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન અને હંગામો શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ગયા રેલવે સ્ટેશન પર બુધવારે સાંજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ફરી હંગામો મચાવ્યો (students rioted) હતો. ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ગયા રેલવે સ્ટેશનના નંબર વન રેલ્વે ગુમતી પાસે પાર્ક કરેલી ટ્રેનની એક બોગીને ((Students Set Fire To Train Bogies In Gaya) આગ ચાંપી દીધી હતી. થોડી જ વારમાં ટ્રેનની અન્ય બે બોગીમાં પણ આગ લાગી ગઈ હતી. એમ, કુલ 3 બોગીમાં આગ લાગી હતી.
આગને કાબૂમાં લેવાનો પ્રયાસ
ટ્રેનમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન SSP આદિત્ય કુમારે જણાવ્યું હતું કે, બપોરે ટ્રેનની બે બોગીમાં વિદ્યાર્થીઓએ આગ લગાવી દીધી હતી. જે બાદ સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હતી. પરંતુ સાંજે ફરીથી ગયા રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલી ખાલી ટ્રેનની બોગીમાં કેટલાક વિદ્યાર્થીઓએ આગ લગાવી દીધી હતી.
આ પણ વાંચો: દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ એક્સપ્રેસમાં લાગી આગ
પોલીસના આવતાની સાથે જ વિદ્યાર્થીઓ સ્થળ પરથી ભાગી ગયા
પોલીસના આવતાની સાથે જ વિદ્યાર્થીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. કેટલાક લોકો દ્વારા જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ રેલ્વે ટ્રેકની ફિશ પ્લેટ પણ ખોલવામાં આવી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં ગયા જંકશનને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત
IF, GRP અને RPFના જવાનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. હાલ જોકે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. રેલ્વે એન્જિનિયરો પણ ટ્રેનોને સરળતાથી દોડાવવામાં વ્યસ્ત છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો પોલીસ ફોર્સ સ્થળ પર તૈનાત છે.
આ પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો
ઉગ્ર પ્રદર્શનને કારણે રેલવેને નુકસાન
પરિણામમાં ગરબડથી વિદ્યાર્થીઓ એટલા નારાજ છે કે રેલ્વેના આશ્વાસનની પણ કોઈ અસર થતી જણાતી નથી. વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ ઘણી જગ્યાએ તોડફોડ કરી હતી. આ સાથે એક ટ્રેનની બોગીમાં પણ આગ લાગી હતી. પરિણામના વિરોધમાં બિહારમાં ઘણી જગ્યાએ દેખાવો થઇ રહ્યા છે. આ પ્રદર્શનોમાં ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી અને પાટા પર બેસીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવેનું કહેવું છે કે, આના કારણે તેમને ઘણું નુકસાન થયું છે.