ETV Bharat / bharat

ગુજરાતના રમખાણો દરમિયાન રાજકીય વર્ગ, નોકરશાહી અને અન્યો વચ્ચે 'મજબૂત મિલીભગત' રહી : ઝાકિયા - 2002ના રોજ અમદાવાદ કોમી હિંસા

ઝાકિયા જાફરીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં(Zakia Jafri Supreme Court) જણાવ્યું હતું કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ઘટનાની રાષ્ટ્રીય દુર્ઘટના(National tragedy) પછી 2002ના ગુજરાત રમખાણો દરમિયાન, રાજકીય વર્ગ, તપાસકર્તાઓ, નોકરશાહી અને અન્યો વિશેષ તપાસ ટીમ વચ્ચે મજબૂત મિલીભગત હતી. આ ઉપરાંત SIT(Special Investigation Teams)એ આ હકીકતોની તપાસ કરી ન હતી.

ગુજરાતના રમખાણો દરમિયાન રાજકીય વર્ગ અમલદારશાહી અને અન્યો વચ્ચે મજબૂત મિલીભગત

author img

By

Published : Nov 17, 2021, 10:44 AM IST

  • રાષ્ટ્રીય દુર્ઘટના બાદ રાજકીય વર્ગ, તપાસકર્તાઓ અને અન્યો ટીમો વચ્ચે મિલીભગત
  • વિશેષ તપાસ ટીમોએ અમુક હકીકતોની તપાસ કરી નથી
  • 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કોમી હિંસામાં 68 લોકો માર્યા ગયા હતા

નવી દિલ્હીઃ ઝાકિયા જાફરીએ(Zakia Jafri) 2002ના રમખાણો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીનચીટને પડકારી છે. ઝાકિયા કોંગ્રેસના દિવંગત નેતા એહસાન જાફરીની પત્ની છે. જેમની 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કોમી હિંસા(Communal violence) દરમિયાન હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં એહસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના એક દિવસ પહેલા ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના(Sabarmati Express in Godhra) કોચમાં આગ લાગતાં ગુજરાતમાં 59 લોકોના મોત થયા હતા અને તોફાનો ફાટી નીકળ્યા હતા. સિબ્બલે ખંડપીઠને જણાવ્યું હતું કે, સામગ્રીના સ્પષ્ટ કિસ્સાઓ છે જે રેકોર્ડમાંથી સામે આવ્યા છે પરંતુ SIT(Special Investigation Teams)એ રમખાણોમાં કથિત વ્યાપક ષડયંત્રની તપાસ કરી નથી.

SIT(વિશેષ તપાસ ટીમ)ના ઈરાદાને દોષી ઠેરવી રહ્યા છેઃ કપિલ સિબ્બલ

સર્વોચ્ચ અદાલતે(Supreme Court) ઝાકિયાના વકીલ કપિલ સિબ્બલને(Lawyer Kapil Sibal) પૂછ્યું કે, શું તેઓ આ માટે SIT(વિશેષ તપાસ ટીમ)ના ઈરાદાને દોષી ઠેરવી રહ્યા છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી SIT માટે મિલનભગત જેવો શબ્દ ખૂબ જ કઠોર શબ્દ છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે એ જ SITએ રમખાણોના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે જેમાં આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસની મિલીભગત વિશે તમારી ફરિયાદને સમજી શકીએઃ બેન્ચ

બેન્ચે સિબ્બલને પૂછ્યું, અત્યાર સુધી અમે જમીની સ્તરે સ્થાનિક પોલીસની મિલીભગત(Police collusion) વિશે તમારી ફરિયાદને સમજી શકીએ છીએ અને અમે તેની તપાસ કરીશું. કોર્ટ દ્વારા રચવામાં આવેલી SIT વિશે તમે આ કેવી રીતે કહી શકો. શું અરજદાર SIT દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસની મોડસ ઓપરેન્ડી પર હુમલો કરી રહ્યો છે. આના પર વરિષ્ઠ વકીલે કહ્યું, 'હા, આ મને પરેશાન કરે છે.'

ત્યારબાદ બેંચે કહ્યું કે, તમે SITના ઈરાદાને કેવી રીતે દોષી ઠેરવી શકો? આ એ જ SIT છે જેણે ચાર્જશીટ દાખલ કરી અને લોકોને સજા થઈ. આવા કેસોમાં કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી અને તમે આ કેસોમાં SIT દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

તપાસ કરવાને બદલે તપાસકર્તાઓ ગુનાના સાથી બની ગયા

સિબ્બલે કહ્યું કે, જે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને રેકોર્ડ્સ રાજ્યની તંત્ર સાથે સાંઠગાંઠ દર્શાવે છે તેવા કેસોમાં પણ ફરિયાદો ઉઠી હતી. હું બતાવીશ કે સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના(Sabarmati Express tragedy) પછી, શું થયું કે ગુનેગારોની તપાસ કરવાને બદલે તપાસકર્તાઓ ખરેખર ગુનાના સાથી બની ગયા. આનો અર્થ એવો નથી કે સમગ્ર પોલીસ તંત્ર સહકાર આપી રહ્યું હતું.

SIT સ્ટિંગ ઓપરેશનથી વાકેફ હતી જેનો ઉપયોગ અન્ય રમખાણોના કેસોમાં કરવામાં આવ્યો

આ ઉપરાંત બેન્ચને કહ્યું, એવા મિલીભગતના કિસ્સાઓ છે જે રેકોર્ડમાંથી સામે આવે છે. નોકરશાહી, રાજકીય વર્ગ, વીએચપી, આરએસએસ અને અન્ય વચ્ચે જોડાણ હતું. ત્યાં મજબૂત જોડાણ હતું. તેમજ સિબ્બલે કહ્યું કે, SIT સ્ટિંગ ઓપરેશનથી વાકેફ હતી જેનો ઉપયોગ અન્ય રમખાણોના કેસોમાં કરવામાં આવ્યો હતો અને ગુનેગારોને સજા કરવામાં આવી હતી, પરંતુ તે લોકોની તપાસ કરવામાં આવી ન હતી. તેમણે સવાલ કર્યો કે શું SIT તે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.આના પર બેન્ચે કહ્યું, તમે તમારી દલીલો આપી શકો છો કે આ SIT દ્વારા કરવાનું હતું, પરંતુ તે કરવામાં આવ્યું નથી. ચુકાદામાં કોઈ ભૂલ થઈ હશે અને તેની સ્પષ્ટતા કરવાની જરૂર છે.

આ કેસની સુનાવણી મંગળવારે પૂર્ણ થઈ શકી ન હતી, જે બુધવારે પણ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ નવાઝુદ્દીન સિદ્દીકીએ મેકમાફિયા 47માં ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડ્રામા ખિતાબ જીત્યો

આ પણ વાંચોઃ ગોધરા કાંડઃ '9 કલાકની પૂછપરછ દરમિયાન નરેન્દ્ર મોદીએ એક કપ ચા પણ નહોતી પીધી'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.