અમદાવાદઃ કેન્દ્રિય બજેટ (Union Budget 2022) પછી શેર બજારમાં (Stock Market India) ચારે તરફથી ખરીદી જોવા મળી છે. બેન્કિંગ શેર્સથી બજારને (Stock Market India) સૌથી વધુ મદદ મળી છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 695.76 પોઈન્ટ (1.18 ટકા)ના વધારા સાથે 59,558.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 203.15 પોઈન્ટ (1.16 ટકા)ના મજબૂતી સાથે 17,780ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત (Top Gainers Shares) કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 4.98 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 4.96 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 3.50 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 3.33 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 3.22 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ (Top Losers Shares) તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.37 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultra Tech Cement) -1.01 ટકા, બ્રિટેનિયા (Britannia) -0.86 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -0.84 ટકા, નેશલે (Nestle) -0.84 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- કોવિડ પછી નવી વિશ્વ વ્યવસ્થાની સંભાવના, ભારતીય અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે : PM મોદી
LIC IPO: સરકાર વેચી શકે છે 5 ટકા ભાગીદારી
કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કેન્દ્રિય બજેટ (Union Budget 2022) ભાષણમાં LICના લિસ્ટિંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, LICનો IPO ટૂંક સમયમાં આવશે. એક સમાચાર ન્યૂઝ પોર્ટલના મતે, સરકારને LICનો વેલ્યુએશન રિપોર્ટ મળી ગયો છે. એક સપ્તાહની અંદર સરકાર ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કરી શકે છે. સરકાર શરૂઆતમાં LICમાં પોતાની 5 ટકા ભાગીદારી વેચીને 65,000થી 75,000 કરોડ રૂપિયા એકત્રિત કરી શકે છે. આનાથી ચાલુ નાણાકીય વર્ષ માટે 78,000 કરોડ રૂપિયાનો વિનિવેશ ટાર્ગેટ પૂર્ણ થશે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ +695.76
ખૂલ્યોઃ 59,293.44
બંધઃ 59,558.33
હાઈઃ 59,618.51
લોઃ 59,193.05
NSE નિફ્ટીઃ +203.15
ખૂલ્યોઃ 17,706.20
બંધઃ 17,780.00
હાઈઃ 17,794.60
લોઃ 17,674.80