ETV Bharat / bharat

Stock Market Closing Bell : RBI ના નિર્ણયે શેરમાર્કેટમાં ગાબડું પાડ્યું, BSE Sensex 300 પોઈન્ટ તૂટ્યો - ટોપ લુઝર શેર

આજે આવેલા RBI MPCના નિર્ણયે શેરમાર્કેટમાં સીધી અસર કરી છે. BSE Sensex 307 પોઈન્ટનું ગાબડું પાડીને લાલ આંકમાં બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈન્ડેક્સ 89 પોઈન્ટ ઘટીને 19,543 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે સવારથી જ બજારમાં નેગેટીવ વલણ રહ્યું હતું. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 50 અને 27 પોઈન્ટ ડાઉન ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન માર્કેટનું સપાટ અને સુસ્ત પ્રદર્શન રહ્યું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By

Published : Aug 10, 2023, 4:56 PM IST

મુંબઈ : અઠવાડિયાની શરુઆતથી જ બજારની દશા બેઠી છે. ક્યારેક વૈશ્વિક બજારની અસર તો ક્યારેક FINCH ના અમેરિકાને આપેલા રેંટીગની અસરના કારણે ભારતીય બજાર સતત ધોવાતું રહ્યું હતું. ત્યારે આજે RBI ના રેપોરેટના નિર્ણયે ફરી ભારતીય બજારોને નેગેટિવ અસર કરી છે. જેના પરિણામ સ્વરુપ શેરમાર્કેટની નબળું પ્રદર્શન ટ્રેડિંગ સેશનના અંતે મોટું ગાબડું પાડી ગયું હતું. આજે શેરબજારની શરુઆતમાં જ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 50 અને 27 પોઈન્ટ ડાઉન ખુલ્યા હતા. ત્યારે દિવસ દરમિયાન સુસ્ત પ્રદર્શન બાદ BSE Sensex ઈન્ડેક્સમાં 307 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. NSE Nifty ઈન્ડેક્સ પણ 89 પોઈન્ટ ઘટીને 19,543 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSE Sensex : આજે 10 જુલાઈ બુધવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 307 પોઈન્ટના (-0.47 %) કડાકા સાથે 65,688 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં 50 પોઈન્ટના ઘટાડા સાથે 65,945 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન નબળા પ્રદર્શનને કારણે 65,509 પોઈન્ટ ડાઉન અને 66,956 પોઈન્ટની હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે આખરે લાલ રંગ પર બંધ થયો હતો. ગતરોજ BSE Sensex 65,995 પોઈન્ટ પર બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 89 પોઈન્ટ (0.46 %) તુટીને 19,543.10 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 27 પોઈન્ટ ઘટીને 19,605 ના મથાળે ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના સપાટ પ્રદર્શનમાં ડાઉન 19,495 સુધી જ ગયો હતો. ટ્રેંડિંગ સેશનના મધ્યમાં થોડી લેવાલી નીકળતા 19,623 ની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,632 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઇન્ડસઇન્ડ બેંક (1.59 %), JSW સ્ટીલ (0.88 %), ટાઇટન કંપની (0.83 %), પાવર ગ્રીડ કોર્પો (0.73 %) અને એમ એન્ડ એમ (0.70 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરમાં એશિયન પેઇન્ટ્સ (-2.89 %), કોટક મહિન્દ્રા (-1.63 %), આઇટીસી (-1.56 %), એક્સિસ બેંક (-1.12 %) અને ભારતી એરટેલનો (-1.05 %) સમાવેશ થાય છે.

RBI રેપોરેટ : સેન્ટ્રલ બેંકની (RBI) મોનેટરી પોલિસી કમિટીએ (MPC) ઓગસ્ટની બેઠકમાં વ્યાજ દરને યથાવત રાખ્યો છે. રેપો રેટ 6.5% પર સ્થિર છે. તમામ 6 સભ્યોએ વ્યાજદર સ્થિર રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. આ સતત ત્રીજી વખત છે જ્યારે વ્યાજ દરને સ્થિર રાખવામાં આવ્યો છે. વ્યાજ દર અંગે RBIના નિર્ણય બાદ આજે બજારમાં ટ્રેડિંગના બીજા સેશનમાં વેચવાલી વધી હતી. જોકે, નિષ્ણાંતોનું માનવું છે કે, RBI MPCના નિર્ણયની શેરબજાર પર કોઈ ખાસ અસર નહીં થાય. બેન્કિંગ શેરોને મજબૂત ક્રેડિટ ગ્રોથથી ટેકો મળશે. બજારમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ બેન્કિંગ શેરો અને કોર્પોરેટની અર્નિંગ ગ્રોથ મજબૂત રહેશે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 852 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1184 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ ICICI બેંક , ટાટા મોટર્સ, રિલાયન્સ અને SBIના સ્ટોક રહ્યા હતા.

  1. Repo Rate: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, ગ્રાહક પર EMIનો કોઈ વધારાનો બોજ નહીં
  2. Stock Market Opening: RBI ક્રેડિટ પોલિસી પહેલા શેરબજાર ઘટાડા સાથે ખુલ્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.