ETV Bharat / bharat

Stock Market Closing Bell : ચાર દિવસની તેજીને બ્રેક લાગી, BSE Sensex 66,408 ના મથાળે રેડ ઝોનમાં બંધ

ચાલુ સપ્તાહે સતત ત્રણ દિવસ તેજીના વલણને આજે બ્રેક લાગી છે. ભારતીય શેરબજાર આજે પ્લસમાં ખુલ્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે રેડ ઝોનમાં બંધ થયું હતું. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 64 અને 17 પોઈન્ટના ઘટાડા સાથે સપાટ બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન લેવાલી અને વેચવાલીના ફટાકા શેરમાર્કેટ ઉપર નીચે થતું રહ્યું હતું.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 4:57 PM IST

Stock Market Closing Bell
Stock Market Closing Bell

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 91 અને 11 પોઈન્ટના સુધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 64 અને 17 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે ઉતાર ચઢાવ રહ્યો હતો.

BSE Sensex : આજે 12 ઓક્ટોબર ગુરુવાર રોજ BSE Sensex ગતરોજના 66,473 બંધની સામે 91 પોઈન્ટ વધીને 66,564 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ અચાનક વેચવાલી નીકળતા લગભગ 225 પોઈન્ટના કડાકા સાથે 66,339 પોઈન્ટ ડાઉન ગયો હતો. ત્યારબાદ લેવાલી નીકળતા રિકવરી સાથે 66,577 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex વધારા સાથે ખુલ્યા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 64 પોઈન્ટ ઘટીને 66,408 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.10 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ પણ BSE Sensex 393.69 પોઈન્ટ વધીને 66,473 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 17 પોઈન્ટ (0.09 %) ઘટીને 19,794 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 11 પોઈન્ટના નજીવા સુધારા સાથે 19,822 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty શરુઆતમાં 50 પોઈન્ટના ઘટાડા સાથે 19,772 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, બાદમાં રિકવરીનું વલણ દાખવી 19,770 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 121.50 પોઈન્ટ વધીને 19,811.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં મારુતિ સુઝુકી (1.60 %), એનટીપીસી (1.36 %), પાવર ગ્રીડ કોર્પો. (1.18 %), JSW સ્ટીલ (0.82 %) અને HDFC બેંકનો (0.73 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ટેક મહિન્દ્રા (-2.72 %), ઇન્ફોસીસ (-1.95 %), ટીસીએસ (-1.88 %), HCL ટેક (-1.74 %) અને બજાજ ફાયનાન્સ (-1.03 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1234 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 856 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં મારુતિ સુઝુકી, ટીસીએસ, રિલાયન્સ અને HDFC બેંકનો સ્ટોક રહ્યા હતા.

  1. Rupee Vs Dollar : રૂપિયો સાત પૈસા વધીને 83.18 પ્રતિ ડૉલર પર પહોંચ્યો
  2. SHARE MARKET: શેરબજારમાં નરમાઈના સંકેત, IT શેરોની નિરાશાજનક સ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.