નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Delhi Indira Gandhi International Airport) પર સ્પાઈસ જેટનું વિમાન પોલ સાથે અથડાતા ( Delhi Airport Plane accident) દુર્ધટના સર્જાઈ હતી. જેના કારણે પ્લેન અને પોલ બંનેને નુકસાન થયું હતું. વિમાનને એરપોર્ટ રનવે પર લઈ જવા માટે રિવર્સિંગ કરતી વખતે પોલ સાથે અથડાયુ હતુ.
આ પણ વાંચો: Ahmedabad To Kevadia Sea plane: શું અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા ફરી શરૂ થશે?
મુસાફરોથી ભરેલુ પ્લેન: સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનને રનવે પર લઈ જવા માટે રિવર્સ કરતી વખતે પોલ સાથે અથડાયુ હતુ. આ અકસ્માતમાં પોલની સાથે પ્લેનને પણ નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્લેન સ્પાઈસ જેટનું હતું અને દિલ્હીથી જમ્મુ જવાનું હતું. મુસાફરોથી ભરેલા પ્લેનને રનવે પર પાછુ ધકેલવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પ્લેન પોલ સાથે અથડાયું હતું. આ અથડામણને કારણે પોલ નમી ગયો હતો, તો વિમાનને પણ નુકસાન થયું છે.