- રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનોને લઈને કરી જાહેરાત
- મહામારીમાં વધારવામાં આવેલું ભાડું પરત લેવાનો નિર્ણય
- સ્પેશિયલ ટ્રેનના ટેગ હટાવીને ફરીથી મુળ સ્થિતિમાં દોડશે
નવી દિલ્હી : રેલવેએ (Ministry of Railways) પ્રવાસીઓને મોટી રાહત આપી છે. વિભાગ દ્વારા ભાડા વધારાને લઈને પ્રવાસીઓના દબાણનો સામનો કર્યા બાદ, રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે સ્પેશિયલ ટેગ (Special Trains) દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય રેલવેએ તાત્કાલિક અસરથી મહામારી (Corona Epidemic) પહેલા વધારવામાં આવેલું ભાડું પરત લેવાનો આદેશ આપ્યો છે.
ટ્રેનો નિયમિત નંબરો સાથે ચાલશે
ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે, ત્યારથી રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેનો જ ચલાવી રહી છે. તેની શરૂઆત લાંબા અંતરની ટ્રેનોથી થઈ હતી. રેલવે બોર્ડે શુક્રવારે ઝોનલ રેલવેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ટ્રેનો હવે તેમના નિયમિત નંબરો સાથે ચલાવવામાં આવશે અને ભાડું કોવિડ પહેલાના દર જેટલું જ સામાન્ય રહેશે.
1,700 થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરાશે
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, આગામી થોડા દિવસોમાં 1,700 થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. રેલવેના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં લાગુ રહેશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે રેલવે દ્વારા ન તો કોઈ વધારાનું ભાડું લેવામાં આવશે અને ન તો એડવાન્સ બુક કરેલી ટિકિટ પર કોઈ પૈસા પાછા આપવામાં આવશે.
આ પણ વાંચો: