- ઇંન્ડીયા શુક્રવારે X80J ગૂગલ ટીવી લોન્ચ કર્યું
- 5 અલગ-અલગ સાઇઝમાં ટીવી ઉપલબ્ધ
- અનેક ડિવાઇઝથી સિંક થશે ટીવી
નવી દિલ્હી : સોની ઇંન્ડીયાએ શુક્રવારે 4K અલ્ટ્રા HD ડિસપ્લે સાથે 1,30,000 રૂપિયામાં ઓલ ન્યૂ X80J ગૂગલ ટીવી સીરીઝનુ લોન્ચ કર્યું છે. નવી X80J ટીવી સીરીઝ 189 સેમી, 165 સેમી, 140 સેમી, 126 સેમી અને 108 સેમીમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : LGએ ટીવી ગેમર્સ અને સિનેમા લવર્સ માટે લોન્ચ કર્યું નવું TV
આધુનિક સુવિધાથી સજ્જ
નવા લાઈનઅપ ઇંટીગ્રેટિડ ગૂગલ ટીવી યુઝર્સને તેમની સ્ટ્રીમિંગ સેવાઓથી 700,000થી વધારે ફિલ્મો અને ટીવી એપિસોડ સુધી બ્રાઉસ કરવાની સુવિધા પ્રદાન કરે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે નવા બ્રાવિયા X80J લાઈનઅપ, ડોલ્બી વિઝનની સાથે સંચાલિત એક HDR સોલ્યૂશંસ છે, જે પોતાના ઘરે માં એક ઇમર્સિવ ,ઇંગેજિંસ સિનેમેટિક અનુભવનો નિર્માણ કરે છે. જે સ્ટ્રાઇકિંગ હાઇલાઇટ્સ, ડિપર ડાર્કસ અને વાઇબ્રેન્ટ કલરની સાથે દ્રશ્યો જીંવત કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોલ્બી એટમોઝની સાથે નવા બ્રાવિયા X80J 4k ટેલિવીઝનથી સાંઉડ ઉપરથી અને સાઇડ પરથી પણ આવે છે. જે સાંભળવાના અનુભવને સારો બનાવે છે.
આ પણ વાંચો : સૈમસંગે ત્રણ સિરીઝ S8,S7 અને S6માં 12 અલગ-અલગ મોનિટર બહાર પાડ્યા
અનેક ડિવાઈઝોથી સિંક થશે ટીવી
આના સહજ કંટેટ સ્ટ્રીમિંગનો પણ આનંદ લઈ શકાય છે અને આ ટીવી એપ્પલ હોમ કિટ, એરપ્લે સપોર્ટની સાથે આઇપેડ અને આઇફોન જેવા એપ્પલ ડિવાઇઝને પણ સપોર્ટ કરે છે. કંપનીએ કહ્યું છે કે વર્તમાનમાં લોન્ચ કરવામાં આવેલી ટીવી સીરીઝ 65 ઇંચનુ મોડેલ બધા સોની સેન્ટરની સાથે-સાથે પ્રમુખ ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર પર ઉપલબ્ધ છે. અન્ય મોડેલના વેચાણની જાહેરાત પણ જલ્દી થશે.