નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi Corona Positive)કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએઆ (Congress Spokesperson Randeep Surjewala) માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે, ભૂતકાળમાં સોનિયા ગાંધી જે નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા તેમાંથી ઘણા પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને ગઈકાલે (બુધવાર) સાંજે હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
-
Congress president Sonia Gandhi tests positive for COVID-19. She has developed mild fever & some symptoms & has isolated herself and has been given requisite medical attention. As of today, her date of appearance before ED on June 8th stands as it is: Congress' Randeep Surjewala pic.twitter.com/0eTTN1RhUn
— ANI (@ANI) June 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congress president Sonia Gandhi tests positive for COVID-19. She has developed mild fever & some symptoms & has isolated herself and has been given requisite medical attention. As of today, her date of appearance before ED on June 8th stands as it is: Congress' Randeep Surjewala pic.twitter.com/0eTTN1RhUn
— ANI (@ANI) June 2, 2022Congress president Sonia Gandhi tests positive for COVID-19. She has developed mild fever & some symptoms & has isolated herself and has been given requisite medical attention. As of today, her date of appearance before ED on June 8th stands as it is: Congress' Randeep Surjewala pic.twitter.com/0eTTN1RhUn
— ANI (@ANI) June 2, 2022
આ પણ વાંચો : ભાજપમાં જોડાતા જ હાર્દિક પટેલે અન્ય પાર્ટીના નેતાઓને આપી દીધી આ સલાહ
સુરજેવાલાએ કહ્યું કે, સોનિયા ગાંધી હાલ આઈસોલેટ થય ગયા છે. હાલમાં તેણીની સારવાર ચાલી રહી છે અને તે સ્વસ્થ થઈ રહી છે. સુરજેવાલાએ આશા વ્યક્ત કરી હતી કે, સોનિયા 8 જૂન પહેલા ઠીક થઈ જશે. 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ તપાસ નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં થવાની છે. સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી 2ે-3 દિવસમાં સ્વસ્થ થવાની આશા છે.
આ પણ વાંચો : સવિતા કંસવાલે માત્ર આટલા દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને મકાલુ સર કરી, બનાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ