ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશના કુલ્લુ અને લાહૌલ સ્પીતી જિલ્લામાં ભારે બરફવર્ષા - વરસાદને પગલે ખેડૂતોના ચહેરા ખીલ્યા

કુલ્લુ અને લાહૌલ સ્પીતીમાં ભારે હિમવર્ષા જોવા મળી હતી. ત્યારે, અટલ ટનલના બંને છેડે બરફવર્ષા ચાલુ છે. આથી, બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. વરસાદને કારણે ખેડૂતોને પણ મોટી રાહત મળી છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ અને લાહૌલ સ્પીતી જિલ્લામાં ભારે બરફવર્ષા

author img

By

Published : Mar 22, 2021, 12:22 PM IST

  • મોડી રાતથી મનાલીની બાજુમાં આવેલા પહાડોમાં હિમવર્ષા
  • અટલ ટનલ રોહતાંગની બંને બાજુ બરફવર્ષા
  • ઉપમંડળ બંજાર અને આનીને જોડતા જલોડી રસ્તા પર 4 ઇંચ બરફ જામ્યો

કુલ્લુ (હિમાચલ પ્રદેશ): જિલ્લાના ઉપરના ભાગમાં ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ છે. અટલ ટનલ રોહતાંગની બંને બાજુ બરફવર્ષા પણ થઈ રહી છે. DC કુલ્લુ ડૉક્ટર રિચા વર્માએ જણાવ્યું હતું કે, મોડી રાતથી મનાલીની બાજુમાં આવેલા પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉપમંડળ બંજાર અને આનીને જોડતા જલોડી રસ્તા પર 4 ઇંચ બરફ જામી ગયો છે. જેના કારણે, અહીંથી વાહનોની અવરજવર પર પણ અસર પડી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને ઉપરના સ્થળોએ ન જવાની સલાહ આપી છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ અને લાહૌલ સ્પીતી જિલ્લામાં ભારે બરફવર્ષા

આ પણ વાંચો: ઉત્તરાખંડ બરફની ચાદરમાં પોઢ્યું, જુઓ અદ્દભુત નજારો...

વરસાદને પગલે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા

મોડી રાતથી લાહૌલ સ્પીતીમાં પણ બરફ પડ્યો છે. વરસાદને કારણે ખીણનું તાપમાન નીચે આવી ગયું છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે જ, વરસાદને કારણે ખેડુતોને પણ થોડી રાહત મળી છે.

24 માર્ચ સુધી હવામાન ખરાબ રહેશે

હવામાન વિભાગના નિયામક મનમોહનસિંહે જણાવ્યું હતું કે, સોમવારથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ અને બરફનાં કરા પડવાની સંભાવના છે. ઑરેન્જ અને યલ્લો ચેતવણી પણ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, 24 માર્ચ સુધી હવામાન ખરાબ રહેશે. આ દરમિયાન, વરસાદની ધારણા છે અને આગામી 25થી 27 માર્ચ દરમિયાન રાજ્યમાં હવામાન ચોખ્ખું રહેશે.

આ પણ વાંચો: વિશેષ અહેવાલ: બરફની ચાદરથી સુશોભિત થયેલો પ્રદેશ ‘હિમાચલ’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.