ETV Bharat / bharat

રિંગડી નદીમાં મધરાતે ખાબકી બસ, 6નાં મોત, વધી શકે છે મૃતકાંક, મેઘાલયમાં થયો Accident

મેઘાલયમાં બુધવારે મધરાતે 12 વાગ્યે ગોઝારો અકસ્માત (Accident) થયો હતો. ખબર મળ્યાં હતાં કે નોંગચ્રામ ખાતે તુરાથી શિલોંગ જતી બસ રિંગડી નદીમાં પડી ગઇ હતી. આ (Bus Accident) અકસ્માતને પગલે 4 પ્રવાસીનાં મોત થયાં હતાં. મીડિયાના અહેવાલો અનુસાર 4 મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

રિંગડી નદીમાં મધરાતે ખાબકી બસ, 6નાં મોત, વધી શકે છે મૃતકાંક, મેઘાલયમાં થયો Accident
રિંગડી નદીમાં મધરાતે ખાબકી બસ, 6નાં મોત, વધી શકે છે મૃતકાંક, મેઘાલયમાં થયો Accident
author img

By

Published : Sep 30, 2021, 2:14 PM IST

Updated : Sep 30, 2021, 2:22 PM IST

  • મેઘાલયમાં થયો ગમખ્વાર Bus Accident
  • બુધવારે મધરાતે બસ રિંગડી નદીમાં બસ પડી ગઈ
  • અત્યાર સુધીમાં 6નાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ

મેઘાલયઃ મેઘાલયમાં આ ભયાનક બસ અકસ્માત (Bus Accident) થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટનામાં અંગે અપડેટ મળી રહેલી ખબર પ્રમાણે અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત બુધવારે મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના મોત થયાં છે. ઇજાગ્રસ્તને વિલિયમનગર અને તુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ક્યાં થયો અકસ્માત

મીડિયા અહેવાલો અનુસાર 4 મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર છે. 16 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત (Bus Accident) નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ પર છે.

  • Meghalaya | Four passengers died after a bus travelling from Tura to Shillong fell into Ringdi river at Nongchram at 12 am. Injured have been hospitalised. Rescue operation for other passengers is underway: East Garo Hills Police pic.twitter.com/JvmD1dl6w6

    — ANI (@ANI) September 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બસમાં કુલ 21 પ્રવાસી હતાં

પૂર્વ ગારો હિલ્સ પોલીસે જણાવ્યું કે મેઘાલય પરિવહન નિગમની અકસ્માતગ્રસ્ત બસમાં (Bus Accident) 21 પ્રવાસી હતાં. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 185 કિમીના અંતરે બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ અને ઇમરજન્સી સેવા ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

લાપતા લોકોની તપાસ થઈ રહી છે

પૂર્વ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ટેમ્બેએ કહ્યું હતું કે બે પ્રવાસી હજુ પણ ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આશા છે કે અમે તેમને ઝડપથી શોધી લઇશું. બસમાં (Bus Accident) સવાર પ્રવાસીઓમાંથી 9 તુરાના હતા જ્યારે 12 મુસાફરો વિલિયમનગરના હતાં. વધુ માહિતી મેળવવા માટે પ્રવાસીઓના પરિવારોને પૂર્વ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ મેઘાલયમાં કર્ફ્યુ દરમિયાન હિંસા, રાજ્યપાલના કાફલા પર હુમલો

આ પણ વાંચોઃ જયપુરના ચાકસુમાં વાન ટ્રેલર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 6ના મોત, 5 ઈજાગ્રસ્ત

Last Updated : Sep 30, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.