- આશિષ યેચુરીનું આજે ગુરૂવારે કોરોના વાઇરસને કારણે અવસાન
- સીતારામ યેચુરીએ પોતાના ટ્વિટ કરીને મદદ કરનારાઓનો આભાર માન્યો
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
ગુરુગ્રામ: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M) નેતા સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેમના મોટા પુત્ર આશિષ યેચુરીનું આજે ગુરૂવારે સવારે કોરોના વાઇરસને કારણે અવસાન થયું છે. આશિષ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાથી, તેની ગુરુગ્રામની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ, આજે ગુરૂવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: કોરોનાએ કોંગ્રી નેતાનો લીધો ભોગ, દિલ્હીના પૂર્વ પ્રધાન એકે વાલિયાનું 72 વર્ષની વયે નિધન
આશિષ 2 અઠવાડિયાથી સારવાર હતો
30 વર્ષના આશિષ યેચુરીની લગભગ 2 અઠવાડિયાથી કોરોનાના કારણે સારવાર ચાલી રહી હતી. ગંભીર પરિસ્થિતિને કારણે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓને બચાવી શકાયા નહીં. આશિષ સિવાય સીતારામ યેચુરીના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ઉમેદવાર રિઝાઉલ હકનું કોરોનાના કારણે નિધન
ડૉક્ટર્સ, સફાઈ કાર્મચારીઓ પડખે ઉભ્યા
સીતારામ યેચુરીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, "ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે, કોવિડને કારણે મેં આજે સવારે મારા મોટા પુત્ર આશિષ યેચુરીને ગુમાવ્યો છે. જેમણે અમને આશા આપી અને જેણે તેની સારવાર કરી તે બધાનો હું આભાર માનું છું. ડૉક્ટર્સ, નર્સ, આરોગ્ય કાર્યકરો, સ્વચ્છતા કાર્યકરો અને અન્ય લોકો જે અમારી પડખે ઉભા હતા... "