ETV Bharat / bharat

SIT એ લખીમપુર હિંસા કેસમાં સુમિત જયસ્વાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી - Sumit Jaiswal arrested

લખીમપુર ખેરીમાં 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસાના કેસમાં, ઘટનાના પ્રત્યક્ષદર્શી અને મુખ્ય આરોપી સુમિત જયસ્વાલ સહિત ચાર લોકોની SIT ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં સ્કોર્પિયો ડ્રાઈવર, ફોર્ચ્યુનર ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ હોવાનું કહેવાય છે, જે ખેડૂતોને કચડતી વખતે વાહનોમાં હતા.

SIT એ લખીમપુર હિંસા કેસમાં સુમિત જયસ્વાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી

author img

By

Published : Oct 18, 2021, 8:41 PM IST

  • સુમિત જયસ્વાલ સહિત ચાર લોકોની SIT ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી
  • ગૃહ રાજ્યપ્રધાનના પુત્ર આશિષ મિશ્રા પર ગાડી ચડાવવાનો આરોપ
  • ઘટનાને લઈને દેશભરમાં 6 કલાકનું રેલ રોકો અભિયાન શરૂ કર્યું હતું

લખીમપુર ખેરી: પોલીસ ક્રાઈમ બ્રાંચે સદર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યાપુરમાં રહેતા સ્વ.ઓમ પ્રકાશ જયસ્વાલના પુત્ર સુમિત જયસ્વાલ, બનવીરપુરના રહેવાસી શિશુપાલના પુત્ર બહુરીલાલ, કૌશામ્બીના રહેવાસી બચ્ચન સિંહના પુત્ર નંદન સિંહ બિષ્ટની ધરપકડ કરી છે. ગાઝીપુરના ફૈઝાબાદ રોડ પર સ્થિત લક્ષ્મણપુરી કોલોનીના સત્ય પ્રકાશ ઉર્ફે સત્યમ ત્રિપાઠીના પુત્ર ચંદ્રશેખર ત્રિપાઠી ઉર્ફે મહાવીરની ક્રાઈમ બ્રાંચની સ્વાટ ટીમે ધરપકડ કરી હતી. તેમાંથી સત્યમ ત્રિપાઠી પાસેથી એક જીવતો કારતૂસ પણ મળી આવ્યો છે.

આશિષ મિશ્રા પર ગાડી ચડાવવાનો આરોપ

3 ઓક્ટોબરે, નાયબ મુખ્યપ્રધાન અને ખેરીના સાંસદ અને ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેની સામે વિરોધ કરવા તિકોનિયામાં ભેગા થયેલા ખેડૂતો પર ગૃહ રાજ્યપ્રધાનના પુત્ર આશિષ મિશ્રા પર ગાડી ચડાવવાનો આરોપ છે. આ કિસ્સામાં, એક ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો થાર પણ હતા. આરોપ છે કે આ વાહનો પણ ખેડૂતોને કચડતી વખતે ઝડપથી બહાર આવ્યા હતા. તેમાંથી થાર અને ફોર્ચ્યુનરમાં આગ લાગી હતી. તે જ સમયે, સ્કોર્પિયો ઝડપથી ભાગી ગયો. આ બાબતે ખેડૂતો દ્વારા FIR નોંધાયા બાદ જ SIT ટીમે સુમિત જયસ્વાલની શોધ કરી હતી. 3 ઓક્ટોબરના રોજ થારથી ખેડૂતોને કચડી નાખવામાં, ત્યારબાદ થયેલી હિંસા અને આગચંપીમાં સુમિત મોદી તે વ્યક્તિ છે જેની જુબાની મહત્વની માનવામાં આવે છે.

ખેડૂતો સતત ધરપકડ અને બરતરફીની માંગ કરી રહ્યા છે

SIT જે પ્રશ્નો શોધી રહી છે તેના જવાબો સુમિત પાસેથી મળી શકે છે. આમાંથી સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 3 ઓક્ટોબરે થારમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રઘાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા હતો કે નહીં? તે જ સમયે, જો ફોર્ચ્યુનરનો ડ્રાઇવર અને સ્કોર્પિયોનો ડ્રાઇવર મોં ખોલે તો ઘટનાના ઘણા રહસ્યો સામે આવશે. 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરી જિલ્લાના તિકોનિયા ખાતે ખેડૂતોના વિરોધ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રઘાન અજય મિશ્રા ટેનીનું થાર વાહન ખેડૂતોમાં ઘુસી જતાં ચાર ખેડૂતો અને એક પત્રકારના મોત થયા હતા. ત્યાર બાદ થયેલી હિંસામાં ભાજપના ત્રણ કાર્યકરો માર્યા ગયા હતા. સોમવારે પણ, સંયુક્ત કિસાન મોરચાએ આ ઘટનાને લઈને દેશભરમાં 6 કલાકનું રેલ રોકો અભિયાન શરૂ કર્યું હતું. ખેડૂતો સતત કેન્દ્રીય પ્રઘાન અજય મિશ્રા ટેનીની ધરપકડ અને બરતરફીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં કે લોકો જોતા જ રહી ગયા...

આ પણ વાંચો : ગલવાન જેવી હરકત કરતા પહેલા ફફડશે ચીનના સૈનિકો, ભારતે વિકસાવ્યા વજ્ર, ત્રિશૂળ જેવા હથિયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.