ETV Bharat / bharat

Delhi Khalistan Slogans: G20 સમિટ 2023 પહેલા મેટ્રો સ્ટેશનો પર SFJએ લખ્યા ખાલિસ્તાન તરફી સૂત્રો - શીખ ફોર જસ્ટિસ

G-20 કોન્ફરન્સ પહેલા દિલ્હીના ઘણા મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન ઝિંદાબાદ અને દિલ્હી બનેગા ખાલિસ્તાન લખેલા સૂત્રો જોવા મળ્યા છે. મામલો ધ્યાને આવતા જ દિલ્હી પોલીસે તમામ સૂત્રો હટાવી દીધા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Delhi Khalistan Slogans
Delhi Khalistan SlogansDelhi Khalistan Slogans
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 5:04 PM IST

નવી દિલ્હીઃ G-20 સમિટની તૈયારીઓ વચ્ચે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ દિલ્હીના પાંચથી વધુ મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખવામાં આવ્યા છે, જ્યાં દુનિયાભરમાંથી ઘણા વિદેશી મહેમાનો આવવાના છે. દિલ્હી પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે. ડીપી મેટ્રો જી રામ ગોપાલ નાઈકે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

  • 5 से ज्यादा मेट्रो स्टेशनों पर किसी के द्वारा दिल्ली बनेगा खालिस्तान और खालिस्तान जिंदाबाद लिखा गया है। दिल्ली पुलिस मामले में कानूनी कार्रवाई कर रही है: दिल्ली पुलिस pic.twitter.com/NFpIf6zLue

    — ANI_HindiNews (@AHindinews) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મેટ્રો સ્ટેશનોની દિવાલો પર ખાલિસ્તાની સૂત્રો: શીખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલા લોકોએ દિલ્હીના અડધા ડઝન જેટલા મેટ્રો સ્ટેશનોની દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદ તેમજ પંજાબ ભારતનો ભાગ નથી અને દિલ્હી બનેગા ખાલિસ્તાન જેવા સૂત્રો લખ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ શિવાજી પાર્ક, માદીપુર, મહારાજા સૂરજમલ સ્ટેડિયમ અને પંજાબી બાગ મેટ્રો સ્ટેશન સહિત અડધો ડઝન મેટ્રો સ્ટેશનની દિવાલો પર આ સૂત્રો લખ્યા છે.

  • #WATCH महाराजा सूरजमल स्टेडियम मेट्रो स्टेशन की दीवार पर लिखे खालिस्तान समर्थक नारे दिल्ली पुलिस द्वारा हटाए जा रहे हैं। https://t.co/KtG6alisbg pic.twitter.com/12cvIwaMN5

સીસીટીવી ફૂટેજ ચેક કરાશે: માહિતી મળ્યા બાદ મેટ્રો પોલીસ તમામ જગ્યાએથી સ્લોગન વોલ સ્પોટ પર પહોંચી ગઈ છે અને તમામ જગ્યાએ પોલીસ મોકલીને સ્લોગન હટાવી દીધા છે. મેટ્રો પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. સ્પેશિયલ સેલ પણ મામલાની તપાસ કરી રહી છે. સૂત્રોચ્ચાર લખનારા લોકોની ઓળખ કરવા માટે મેટ્રો સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, SFJનો ભાગેડુ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પોતાના સંગઠન દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યો છે.

ભારત વિરોધી અભિયાન: શીખ ફોર જસ્ટિસની શરૂઆત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વર્ષ 2007માં અમેરિકામાં કરી હતી. SFJનો મુખ્ય એજન્ડા પંજાબમાં અલગ ખાલિસ્તાન બનાવવાનો છે. પન્નુ અવારનવાર સંગઠન દ્વારા ભારત વિરોધી અભિયાન ચલાવે છે અને ખાલિસ્તાનની માંગણી કરતા રહે છે. ખેડૂત આંદોલન દરમિયાન પણ આંદોલનકારીઓને ઉશ્કેરવામાં તેમનો હાથ સામે આવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકો ભારતમાં રહે છે અને તેના માટે કામ કરે છે અને ખાલિસ્તાનની માંગ ઉઠાવતા રહે છે. જોકે SFJ ભારતમાં પ્રતિબંધિત છે અને ભારતે તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

  1. International News : ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી
  2. Khalistan Protest: ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું પ્રદર્શન, ભારતીયોએ આપ્યો આવો જવાબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.