- જે એક મંત્રાલય સારી રીતે સંભાળી ના શક્યા એ રાજ્ય કેવી રીતે ચલાવશે- અમરિંદર
- નવજોત સિંહ સિદ્ધૂ એક અક્ષમ વ્યક્તિ છે
- આગામી મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવશે તો હું તેમનો વિરોધ કરીશ- અમરિંદર
નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધૂ પર પ્રહાર કરતા કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધૂ એક અક્ષમ વ્યક્તિ છે. મુખ્યપ્રધાન પદ માટે નવજોત સિંહ સિદ્ધૂના નામની સંભાવનાનો વિરોધ કરતા તેમણે કહ્યું કે, જે એક મંત્રાલય સારી રીતે સંભાળી ના શક્યા એ રાજ્ય કેવી રીતે ચલાવશે.
આગામી મુખ્યપ્રધાનના ચહેરા માટે તેમના નામનો વિરોધ કરીશ: અમરિંદર
અમરિંદર સિંહે કહ્યું કે, હું આગામી મુખ્યપ્રધાનના ચહેરા માટે તેમના નામનો વિરોધ કરીશ. તેમનો સંબંધ પાકિસ્તાન સાથે છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હશે. તે પાકિસ્તાન સેના પ્રમુખ કમર જાવેદ બાજવા અને પાકિસ્તાનના વડાપ્રધઆન ઇમરાન ખાનના મિત્ર છે, જો તેમને આગામી મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવશે તો હું તેમનો વિરોધ કરીશ.
સિદ્ધૂનો સંબંધ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પાસે છે
તેમણે કહ્યું કે, આપણા દેશ માટે હું પંજાબના મુખ્યપ્રધાન માટે નવજોત સિંહ સિદ્ધૂના નામનો વિરોધ કરીશ. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તેમના મિત્ર છે. સિદ્ધૂનો સંબંધ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પાસે છે.
સિદ્ધૂને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તે પંજાબનો નાશ કરી દેશે
આ કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય છે જો તેઓ તેમને પંજાબ મુખ્યપ્રધાન બનાવે છે તો હું તેનો વિરોધ કરીશ કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. અમરિંદર સિંહે દાવો પણ કર્યો કે, જો સિદ્ધૂને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તે પંજાબનો નાશ કરી દેશે.
બેઠકમાં નવા નેતા અંગે નિર્ણય થવાની સંભાવના છે
તેમણે આ ટીપ્પણી એવી રીતે વ્યક્ત કરી છે, જ્યારે ચંડીગઢમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક થઇ રહી છે. આ બેઠકમાં નવા નેતા અંગે નિર્ણય થવાની સંભાવના છે. તેમને પૂછવામાં આવ્યું કે સિદ્ધૂ મુખ્યપ્રધાનના રૂપમાં તેમને સ્વીકાર હશે, તો અમરિંદર સિંહે તેનો ના માં જવાબ આપ્યો હતો. તેમણે પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પર નિશાનો તાકતા કહ્યું કે, એક મંત્રાલય તો ચલાવી ના શક્યા તેઓ રાજ્ય શું ચલાવશે. બધું બર્બાદ કરી દેશે.