- પંજાબ કોંગ્રેસનો ઝગડો ટૂંક સમયમાં સમાપ્ત થશે
- સિધ્ધુ કોંગ્રેસના આગામી પ્રદેશ અધ્યક્ષ બને તેવી અટકળો
- ચાર કાર્યકારી અધ્યક્ષોની પણ નિમણૂક કરવામાં આવશે
ચંદીગઢ: કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધુ (Congress leader Navjot Singh Sidhu) આજે શનિવારે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Punjab Pradesh Congress Committee) ના વડા સુનિલ જાખર (Sunil Jakhar)ને મળ્યા. ક્રિકેટરથી રાજકારણી બનેલા સિધ્ધુ કોંગ્રેસના આગામી પ્રદેશ અધ્યક્ષ બનવાની અટકળો ચાલી રહી છે.
સિધ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ કોંગ્રેસનો ઝગડો ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ અંગે આજે કોઈ નિર્ણય લઈ શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિધ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવશે. જ્યારે તેમની સાથે ચાર કાર્યકારી અધ્યક્ષોની પણ નિમણૂક કરવામાં આવશે.
જાખરે સિધ્ધુને એક સક્ષમ વ્યક્તિ ગણાવ્યો
આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ત્યારબાદ સિધ્ધુએ જાખારને તેમનો મોટો ભાઈ અને માર્ગદર્શક ગણાવ્યો હતો. તે જ સમયે, જાખરે સિધ્ધુને એક સક્ષમ વ્યક્તિ ગણાવ્યો. એક સાથીએ કહ્યું કે, સિધ્ધુએ પટિયાલામાં પોતાનું નિવાસ છોડી દીધું હતું અને 10:45 વાગ્યે જાખારના પંચકુલા સ્થિત તેમના નિવાસસ્થાન સુધી પહોંચવા માટે લગભગ 65 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચો: પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ
સિધ્ધુએ પાર્ટીના વડા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી
સિધ્ધુ અને મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ વચ્ચેના મતભેદોને લઈને પંજાબ કોંગ્રેસ એકમમાં ઝગડો થયો છે. ત્યારે આ બેઠક મળી રહી છે. શુક્રવારે સિધ્ધુએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને પાર્ટીના વડા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.
આ પણ વાંચો: સીએમ અમરિન્દરસિંહ પેનલને મળી પંજાબ પાછાં ફર્યાં, કોંગ્રેસ હાઈકમાન્ડને ન મળ્યાં
બેઠકમાં AICCના મહાપ્રધાન અને કોંગ્રેસ પંજાબના પ્રભારી ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં AICCના મહાપ્રધાન અને કોંગ્રેસ પંજાબના પ્રભારી હરીશ રાવત અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિધ્ધુને પાર્ટીમાં મુખ્ય પદ આપવામાં આવવાના અહેવાલોથી અમરિંદર સિંહ (Chief Minister Amarinder Singh) નારાજ છે અને સોનિયા ગાંધીને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે.