ETV Bharat / bharat

ચારધામ જનારા યાત્રાળુઓને મળશે હવે એક ખાસ વીમા કવચ, રૂપિયા 1 લાખ સુધીની સારવાર યોજના

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ (Shri Badrinath Kedarnath Temple Committee) ચારધામ યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મોટો નિર્ણય લીધો છે. સમિતિના જણાવ્યા અનુસાર, ચારધામ મંદિર પરિસરમાં અકસ્માતની સ્થિતિમાં દરેક ભક્તને એક લાખ રૂપિયાનો વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચારધામ જનારા યાત્રાળુઓને મળશે હવે એક ખાસ વીમા કવચ, રૂપિયા 1 લાખ સુધીની સારવાર યોજના
ચારધામ જનારા યાત્રાળુઓને મળશે હવે એક ખાસ વીમા કવચ, રૂપિયા 1 લાખ સુધીની સારવાર યોજના
author img

By

Published : Jun 15, 2022, 10:58 PM IST

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં આ વર્ષે ચારધામ યાત્રામાં (Shri Badrinath Kedarnath Temple Committee) વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ (Devotees die in Chardham Yatra ) પહોંચી રહ્યા છે, ત્યારે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે શ્રદ્ધાળુઓના મૃત્યુમાં રેકોર્ડ વધારો થયો છે. ચારધામ યાત્રા 2022માં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા આ વખતે 20 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, ચાર ધામોમાં અત્યાર સુધીમાં 166 તીર્થયાત્રીઓના મૃત્યુ પણ થયા છે.

કમિટીનો નિર્ણય: બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ચારધામ યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મોટો નિર્ણય લીધો છે. સમિતિના જણાવ્યા અનુસાર, ચારધામ મંદિર પરિસરમાં અકસ્માતની સ્થિતિમાં દરેક ભક્તને એક લાખ રૂપિયાનો વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ સોળે કલાએ ખીલી, વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ: બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિની રચના વર્ષ 1939માં થઈ હતી. કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા બદ્રીનાથ અને કેદારનાથ ધામોની યાત્રાની વ્યવસ્થાઓ સંભાળવા માટે કરવામાં આવી હતી. 1939માં બનેલી બદરી-કેદાર ટેમ્પલ કમિટી એક્ટ 1941થી અમલમાં આવ્યો. ટેમ્પલ કમિટી એક્ટની કલમ 27 હેઠળ પ્રતાપ સિંહ ચૌહાણને ડેપ્યુટી કલેક્ટર સ્પેશિયલ ઓફિસર તરીકે મંદિર સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1962 માં આ પોસ્ટનું નામ સચિવ તરીકે રાખવામાં આવ્યું હતું અને વર્ષ 1964 માં આ પોસ્ટનું નામ મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે રાખવામાં આવ્યું હતું.

ભાવિકોના મૃત્યું: વાસ્તવમાં, ઉત્તરાખંડના ઊંચાઈવાળા હિમાલયના વિસ્તારમાં સ્થિત ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના માર્ગ પર હૃદયની તકલીફને કારણે દર વર્ષે શ્રદ્ધાળુઓના મોતની ઘટનાઓ બને છે, પરંતુ આ વખતે સંખ્યા ઘણી વધારે છે. પાછલા વર્ષોના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 2019માં 90થી વધુ યાત્રાળુઓ 2018માં, 2017માં 102 અને વર્ષ 2017માં 112 યાત્રાળુઓના મોત થયા હતા.

આ પણ વાંચો: નોકરાણી રાખતા પહેલા ચેતવા જેવો કિસ્સો, માસૂમ બાળક સાથે ક્રૂરતાના સીસીટીવી

3 મેએ શરૂ થઈ હતી યાત્રા: આ આંકડા એપ્રિલ-મેમાં યાત્રાની શરૂઆતથી ઓક્ટોબર-નવેમ્બરમાં તેના બંધ થવા સુધીના છ મહિનાના સમયગાળા માટેના છે. ચારધામ યાત્રા અક્ષય તૃતીયા પર 3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી, જ્યારે કેદારનાથના દરવાજા 6 મે અને બદ્રીનાથના દરવાજા 8 મેના રોજ ખોલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.