કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતાના પાર્ક સર્કસ વિસ્તારમાં આવેલી બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનની કચેરી સામે (Bangladesh Deputy High Commission) મહિલાની હત્યાનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં (Murder with Suicide Case) ત્યાં કચેરીમાં ડ્યૂટી કરતા એક કોન્સ્ટેબલે (Kolkata police Constable) શુક્રવારે ફાયરિંગ કરીને એક મહિલાની હત્યા કરી નાંખી હતી. આ ફાયરિંગ કરતા પહેલા કોન્સ્ટેબલે પહેલા હવામાં ગોળીબાર (Firing from Service Revolver) કર્યો હતો. ફાયરિંગ દરમિયાન ગોળી વાગતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: સેવાભાવી પત્નીએ પ્રેમીને પામવા પતિની હત્યા કરી પુરાવા કર્યા સાફ
શું કહે છે પોલીસ અધિકારી: એક પોલીસ અધિકારીને જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરની આ ઘટના છે. જેમાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈકમિશનમાં ડ્યૂટી કરતા કોનસ્ટેબલે પોતાની જ રાયફલથી ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં ટુ વ્હિલર પર પાછળ બેઠેલી એક મહિલાને ગોળઈ વાગી હતી. ગોળી વાગતા મહિલા વાહનમાંથી પડી ગઈ હતી. આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપડ્યું છે. જેથી આ કેસ મર્ડરમાં પલટાયો છે. ફાયરિંગ થતા જ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો કંઈ સમજે એ પહેલા તો આરોપી કોન્સ્ટેબલે પોતાના લમણે ગન રાખીને જાતને ઉડાવી દીધી.
આ પણ વાંચો: બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવનારી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ
તપાસ ચાલું: આ ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, આ સમગ્ર ઘટના પાંચ મિનિટ સુધી ચાલી હતી. કોલકાતાનો પોલીસ કોન્સ્ટેબલ સી લેપચા છેલ્લા ઘણા સમયથી રજા પ હતો. શુક્રવારે તેણે ડ્યૂટી ફરીથી જોઈન કરી હતી. ઘટનાના થોડા સમય બાદ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડાયો હતો. પોલીસકર્મચારીએ આવું શા માટે કર્યું એ અંગે તપાસ ચાલું છે.