ETV Bharat / bharat

જમ્મુ-શ્રીનગર હાઈવે પર BSF જવાનોના કફલા પર ગોળીબાર, 2 જવાન ઘાયલ

પોલીસે જણાવ્યું કે બપોરના લગભગ ત્રણ વાગે કુલગામના માલપોર મીર બજારમાં વિસ્તાર પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજધોરી માર્ગ પર BSFના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

bsf
જમ્મુ-શ્રીનગર હાઈવે પર BSF જવાનોના કફલા પર ગોળીબાર, 2 જવાન ઘાયલ
author img

By

Published : Aug 13, 2021, 10:43 AM IST

  • BSFના કાફલા પર હુમલો
  • 2 જવાન સહિત 2 નાગરીકોને ઈજા
  • ઓપરેશન યચાવત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ગુરુવારે આતંકવાદીઓએ BSF જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો. સુરક્ષાબળોએ તેનો જવાબ આપતા લશ્કરના બે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જાણકારના પ્રમાણે આખી રાત તકરાર ચાલી હતી.

BSFના જવાનો પર હુમલો

જમ્મુ-કાશ્મીર પોલીસે એન્કાઉન્ટર વાળા વિસ્તારમાંથી 22 લોકોને સુરક્ષિત નિકાળી લીધા હતા. આતંકવાદીઓએ એ સમયે હુમલો કર્યો હતો જ્યારે BSFના જવાનનો કાફલો જમ્મુ થી શ્રીનગર જઈ રહ્યો હતો. આ હુમલો હાઈવે પર થયો હતો. આ હુમલામાં 2 જવાન અને 2 નાગરીકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: રાજૌરીમાં ગ્રેનેડ હુમલામાં બીજેપી નેતાના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા અને એકનું મૃત્યું

હાઈવે પર ગોળીબાર

પોલીસે જણાવ્યું કે બપોરે લગભગ 3 વાગે કુલગામના માલપોર મીર બજાર વિસ્તારમાં શ્રીનગર-જમ્મુ રાષ્ટીય હાઈવે પર BSFના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસ અને સુરક્ષાબળોએ રોડ ઓપનિંગ પાર્ટીએ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અને સુરક્ષા બળ તરત જ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી ગયા હતા જેથી આતંકવાદીઓને કોઈ ભાગવાની તક ન મળે, જો કે આંતકવાદી એક મોટી ઈમારતમાં આશ્રય લેવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં દરેક શિવલિંગ કરતા શ્રેષ્ઠ શિવલિંગ એટલે પાર્થિવ શિવલિંગ ? જાણો...

ઘટના સ્થળે પહોંચ્યા અધિકારી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓની ગોળીબારને કારણે એક CRPFના જવાન, એક સેનાનો જવાન અને 2 નાગરીકો ઘાયલ થયા છે જેમને ઈલાજ માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક, કાશ્મીર અને જીઓસી, વિક્ટર ફોર્સ (આર્મીની રાષ્ટ્રીય રાઇફલ્સ) તુરંત જ એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી, સર્વેલન્સ હાથ ધરી અને ફિલ્ડ ઓફિસરોને વધુ સૂચનાઓ આપી. ઓપરેશન ચાલુ છે અને સમય લાગી શકે છે કારણ કે જે મકાનમાં આતંકવાદીઓએ આશ્રય લીધો છે તે એક વિશાળ કોંક્રિટ બિલ્ડિંગ છે અને કોલેટરલ નુકસાનને ઓછું કરવા માટે તમામ શક્ય સાવચેતીઓ લેવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.