ETV Bharat / bharat

દીકરાનું મોત નિહાળતાં પિતાને પણ આવ્યો એટેક, પરિવારે 2 સભ્યો ગુમાવ્યા - Mumbai Shocking Death Of Father And Son

વિરારમાં પિતા-પુત્રનું કમનસીબ મોતની ઘટના સામે આવી છે. ગરબા રમતા પુત્રને હાર્ટ એટેક આવ્યો હતો, જે સાંભળીને પિતાને પણ હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થયું હતું. આ ચોંકાવનારી ઘટના વિરાર પશ્ચિમના ગ્લોબલ સિટી વિસ્તારમાં બની હતી. Mumbai Shocking Death Of Father And Son

દીકરાનું મોત નિહાળતાં પિતાને પણ આવ્યો એટેક, પરિવારે 2 સભ્યો ગુમાવ્યા

author img

By

Published : Oct 3, 2022, 6:09 PM IST

વિરાર - મુંબઈમાં ગરબા રમવું એ પિતા અને પુત્રના કમનસીબ મૃત્યુની નિશાની સાબીત થઈ હોય તેવો કિસ્સો (Mumbai Shocking Death Of Father And Son 0 પ્રકાશમાં આવ્યો છે. વિરાર વેસ્ટના ગ્લોબલ સિટીમાં રહેતો મનીષ નરપત જૈન રાત્રે બિલ્ડિંગના આંગણામાં ગરબા રમી રહ્યો હતો. આ સમયે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો (Heart Attack While Playing Garba). આ સમયે તેના પિતા, ત્યાં રહેલા નાગરિકો તેને વિરારની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા.

દીકરાનું મોત નિહાળતાં પિતા પણ ભાંગી પડ્યા: જો કે સારવાર પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. દીકરાનું મોત નિહાળતાં તેના પિતા નરપત જૈનને પણ હાર્ટ એટેક આવતા તેઓ ભાંગી પડ્યા હતા. આ ઘટનામાં તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક જ દિવસે પરિવારના બે સભ્યોના કમનસીબ મોતથી શોકની કાલીમા છવાઈ ગઈ હતી છે. પાલઘર જિલ્લાના વિરાર શહેરમાં એક ગરબા ઈવેન્ટમાં ડાન્સ કરતી વખતે એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી.

વિરાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ વિરારના ગ્લોબલ સિટી કોમ્પ્લેક્સમાં ગરબા કાર્યક્રમ દરમિયાન ડાન્સ કરતી વખતે મનીષ નરપત જૈન નીચે પડી ગયો હતો. તેને વિરારની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે, છોકરાનું મૃત્યુ જોઈને તેના પિતા પણ ભાંગી પડ્યા હતા. આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આ સંબંધમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.