- શિવ માનિકપુરી છત્તીસગઢના રાયપુરનો રહેવાસી છે
- ગુજરાતી સ્કૂલ પરિસરમાં શિવનું કરાયું સન્માન
- વરસાદના કારણે એક વાર રંગોળી ભૂંસાઈ પણ ગઈ
આ પણ વાંચોઃ પેરા શૂટિંગ વર્લ્ડ કપ: મનીષ નરવાલે વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાને નામ, ગોલ્ડ જીત્યો
રાયપુરઃ છત્તીસગઢના રંગોળી કલાકાર શિવ માનિકપુરીએ બુધવારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. શિવે 60x50 ફીટ એટલે કે 3,000 સ્ક્વેર ફીટની રંગોળી બનાવી છે અને આ રંગોળી બીજા કોઈની નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાવી છે. આ રંગોળી બનાવવા માટે શિવને 7 દિવસ લાગ્યા હતા. આ દરમિયાન 700 કિલોથી વધારે રંગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે. કારણ કે, શિવે આ રંગોળી એકલા હાથે બનાવી છે. બુધવારે ગુજરાતી સ્કૂલ પરિસરમાં સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શિવને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કચ્છ મહિલા કેન્દ્રમાં 22 જેટલી યુવતીઓએ સળંગ 30 મિનિટ સુધી નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
દશરથ માંઝીથી મળી પ્રેરણાઃ રંગોળી કલાકાર
રંગોળી કલાકાર શિવે જણાવ્યું કે, 17 માર્ચથી તેણે રંગોળી બનાવવાનું શરૂ કર્યું હતું અને બુધવારે આ રંગોળી પૂરી કરી હતી. રંગોળી બનાવવામાં 7 દિવસ લાગ્યા છે. 2 દિવસ પહેલા તોફાન અને વરસાદના કારણે રંગોળી ભૂંસાઈ પણ ગઈ હતી, પરંતુ ત્યારબાદ 14 કલાક સતત મહેનત પછી રંગોળી ફરી તૈયાર કરી હતી. દરરોજ 5થી 6 કલાક કામ કરીને રંગોળી તૈયાર કરી છે. શિવે જણાવ્યું હતું કે, પહાડ ખોદીને રસ્તો બનાવનારા દશરથ માંઝી પાસેથી તેમને પ્રેરણા મળી હતી.