મુંબઈ: નબળા વૈશ્વિક વલણો વચ્ચે શુક્રવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન બીએસઈનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 244.01 પોઈન્ટ ઘટીને 61,660.51 પર હતો. NSE નિફ્ટી 77.95 પોઈન્ટ ઘટીને 18,219.05 પર આવી ગયો હતો. લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક અને આઈટીસીમાં સેન્સેક્સ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક અને ટાઇટન વધ્યા હતા.
નબળા વૈશ્વિક વલણો: એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી નફામાં હતો. ગુરુવારે અમેરિકન બજાર લાલ નિશાનમાં બંધ થયા છે. શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગુરુવારે ચોખ્ખા ધોરણે રૂ. 837.21 કરોડના શેરની ખરીદી કરી હતી.
અમેરિકી ડૉલર સામે રૂપિયો: શરૂઆતના કારોબારમાં, અમેરિકી ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા ઘટીને રૂ. 82.12 પ્રતિ ડૉલર થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે અન્ય કરન્સી સામે ડોલરમાં નબળાઈ અને સતત વિદેશી પ્રવાહના કારણે રૂપિયાની ખોટ મર્યાદિત થઈ છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, રૂપિયો ડોલર સામે 82.11 પર નબળો ખૂલ્યો હતો અને પછી તેના અગાઉના બંધ ભાવ સામે ત્રણ પૈસા ઘટીને 82.12 થયો હતો.
FM Sitharaman Japan Visit: નિર્મલા સીતારમણ આજથી જાપાન પ્રવાસે, G7 બેઠકમાં ભાગ લેશે
Ashneer Grover: BharatPe ના ભૂતપૂર્વ MD અશ્નીર ગ્રોવર અને તેની પત્ની વિરુદ્ધ FIR નોંધાઈ
ગુરુવારની સ્થિતિ: ગુરુવારે ડોલર સામે રૂપિયો 82.09 ના સ્તર પર બંધ થયો હતો. દરમિયાન ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવે છે, તે 0.04 ટકા ઘટીને 101.83 થયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.59 ટકા ઘટીને બેરલ દીઠ $74.54 પર હતો.